તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:દહેગામ પાલિકાના બજેટને નિયમ વિરુદ્ધ ગણાવવા માગ

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારોબારી સમિતિમાં મૂક્યા સિવાય મંજૂર કરાયેલા દહેગામ પાલિકાના બજેટને નિયમ વિરુદ્ધ ગણાવવા માગ
  • કોંગ્રેસના સભ્યે ઉચ્ચ સ્તરના વિભાગોમાં પત્ર પાઠવી જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી

દહેગામ પાલિકામાં ગત 1 એપ્રિલે રજૂ કરવામાં આવેલા વર્ષ 2021-22 ના બજેટને કારોબારી સમિતિમાં રજૂ નહીં કરી સીધું સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર કરાયું હોવાની પ્રક્રિયાને અધિનિયમના વિરૂધ્ધ જણાવી વિપક્ષ કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સકસેનાએ વિરોધ કર્યો હતો. પાલિકાનું બજેટ ગેરબંધારણીય રીતે રજૂ કરાયુ હોવા અંગે શાસકપક્ષના પદાધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા અંગે મ્યુનિસિપાલિટીઝ કમિશનર, શહેરી વિકાસ વિભાગના સચિવ તેમજ પ્રાદેશિક કમિશનરને પત્ર પાઠવી માંગ પણ કરી છે.

દહેગામ પાલિકાનું વર્ષ 2021-22નું બજેટ ગત 1 એપ્રિલના રોજ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપ દ્વારા બહુમતીથી મંજૂર કરાયું હતું બજેટ અંગેની સભામાં વિપક્ષ કોંગ્રેસના સદસ્ય માર્ગેશ સક્સેનાએ શાસક પક્ષ ભાજપ દ્વારા રજૂ કરાયેલા બજેટને પાલિકાની કારોબારી સમિતિમાં રજૂ કર્યા પહેલા જ સામાન્ય સભામાં રજૂ કરી બહુમતીથી પસાર કરવાની પ્રક્રિયાને મ્યુનિસિપાલિટીઝના અધિનિયમની કલમનો ઉલ્લંઘન ગણાવી જવાબદાર પદાધિકારીઓ અને અધિકારી સામે કાર્યવાહી કરવા અન્યથા જવાબદારો વિરુદ્ધ કોર્ટનો આશરો લેવાની ફરજ પડશે તેવી ચિમકી સાથે મ્યુનિસિપાલિટી કમિશનર શહેરી વિકાસ વિભાગના સચિવ તેમજ પ્રાદેશિક કમિશનરને પત્ર પાઠવીને માંગ કરી છે. જેના કારણે હાલ શહેરમાં ચકચાર મચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો