તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કઠવાડાની સોસાયટીના જાહેર માર્ગ પર બનાવેલા બમ્પ દૂર કરવા માગ

વહેલાલ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
કઠવાડા એક્ષચેન્જ પાસે રહીશ સોસાયટીના બિલ્ડરે જાહેર માર્ગ પર બનાવેલ બમ્પ દૂર કરવા લોકોની માગણી. - Divya Bhaskar
કઠવાડા એક્ષચેન્જ પાસે રહીશ સોસાયટીના બિલ્ડરે જાહેર માર્ગ પર બનાવેલ બમ્પ દૂર કરવા લોકોની માગણી.
 • આ જ માર્ગ પર 1 વર્ષ પૂર્વે હુકા બ્રીજ પાસેના બમ્પ તોડી પડાયા હતા
 • દરરોજ અનેક વાહનચાલકોને સર્જાતી સમસ્યા દૂર કરવા રજૂઆત

વહેલાલ કઠવાડા માર્ગ પર કઠવાડા ટેલિફોનિ એક્ષચેન્જ પાસે હજુ રહીશો માટે સોસાયટી બની રહી છે,જેમાં કોઈ હજુ રહેવા આવ્યું નથી.આમ છતાં સોસાયટીના બિલ્ડર દ્વારા આર એન્ડ બી ની પૂર્વ મંજૂરી વગર સોસાયટીના પ્રવેશદ્વારની બહાર જાહેર માર્ગની સડક પર બમ્પ બનાવી લેતા રોજબરોજ ત્યાંથી પસાર થતી એએમટીએસ,એસટી બસો,ટુ વહીલર,ફોર વહીલર , વાહન ચાલકો,કોલેજીયનો, ભારે વાહનો પસાર થાય તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અહીં ઉલ્લેખનીય છે કે એક વર્ષ પૂર્વે આજ માર્ગ પર હુકા બ્રિજ પાસે ફાર્મ હાઉસના માલિકે પૂર્વ મંજૂરી વગર બમ્પ બનાવેલા અને વાહનચાલકોને સમસ્યા સર્જાતા દૂર કરવા માગ ઉઠતા જિલ્લા આર એન્ડ બી દ્વારા રાતોરાત બમ્પ દૂર કરાયા હતા ત્યારે અત્યારે કઠવાડા એક્ષચેન્જ પાસે બનેલ બમ્પ દૂર કરવા માગ ઉઠી છે. જો આર એન્ડ બી આ માર્ગ પર આડેધડ બની રહેલા બમ્પ બનાવનાર સામે લાલ આખ નહિ કરે તો બમ્પ બનતા જ રહેશે અને લોકો હેરાન થતા રહેશે.

કઠવાડાથી હુકા સુધીમાંજ આ માર્ગ પર વર્ષોથી 10 કરતા વધુ બમ્પ માત્ર ચાર કિમીના રસ્તા પર આવેલા છે.જે વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી રહ્યું છે.જેમાં કઠવાડા બની રહેલ રહીશ સોસાયટી પાસે કોઈ રહેવા આવ્યુ નથી ત્યાં આર એન્ડ બી ની મંજૂરી વગર બમ્પ બનાવ્યો છે તે દૂર કરવા વાહનચાલકોમાં માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો