તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AAP દ્વારા આવેદનપત્ર:દુષ્કાળ જેવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને સહાય આપવા માંગ

દહેગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામની મામલતદાર કચેરી ખાતે AAPએ આવેદન પાઠવ્યું. - Divya Bhaskar
દહેગામની મામલતદાર કચેરી ખાતે AAPએ આવેદન પાઠવ્યું.

ગુજરાતમાં અપૂરતા વરસાદ તેમજ તાઉતે વાવાઝોડાની પરિસ્થિતિનાં કારણે દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થતાં ખેતી ખેડૂત અને પશુપાલન સહિત ગ્રામીણ જનતાને તેની અસર વર્તાઈ રહી હોવાથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને વિવિધ યોજનાનાઓના લાભો ઉપરાંત અંતરિયાળ ગામોમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કમલેશભાઈ ત્રિવેદી, રોનક શાહ, ઉર્વેશ રાવ તેમજ વિશ્વજીત સિસોદિયા સહિતના હોદ્દેદારોએ દહેગામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા આવેદનપત્રમાં વર્તમાન દુષ્કાળની સ્થિતિ ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ કફોડી બની હોવાથી સરકારની વિવિધ સહાયક યોજનાઓનાં લાભ અપાય, વરસાદની અનાવારી પ્રમાણે પીવાના પાણીની વ્યવસ્થા આપવા ઉપરાંત મૂંગા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે માંગ કરી આ અંગે ત્વરિત પગલાં ન ભરાય તો લોકહિતને ધ્યાને લઇ સરકાર સામે આંદોલનાત્મક કાર્યવાહી હાથ ધરવાની ચિમકી ઉચ્ચારાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...