હાલાકી:દહેગામ એસટી ડેપોએ સમયપત્રકમાં ફેરફાર કરાતાં મુસાફરોને ભારે હાલાકી

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારીસણા, પાટનાકૂવા ગામના મુસાફરો મહિનાથી થઇ રહ્યા છે પરેશાન

દહેગામ તાલુકાના ધારીસણા, પાટનાકુવા રૂટના આવતા મુસાફરો એસટી બસના સમયપત્રકમાં બિનવ્યવહારૂ ફેરફાર કરવાને લીધે પરેશાન થઇ રહ્યા છે. મુસાફરોને કલાકો સુધી રાહ જોઇને ઉભા રહેવું પડે છે, અંબે ડીસી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા બસ શરૂ નહિ કરાતા મુસાફરોમાં તંત્ર પ્રત્યે છે રોષની લાગણી જન્મી છે.

દહેગામના ધારીસણા, પાટનાકુવા સહિત સાતથી આઠ ગામના મુસાફરોને આવરી લેતી એક નિયમિત બસનો ટાઇમ ફેરબદલ કરવામાં આવતા મુસાફરોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ડેપો સંચાલક તરફથી બસ એક જવાબ મળે છે કે, બે દિવસમાં થઈ જશે. પરંતુ બે દિવસનું કહેતા આજે મહિના જેટલો સમય વિતી ગયો છે. પરંતુ કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. તે કોઇ યોગ્ય નિરાકરણ લાવવવામાં આવતું નથી. જેને લઇ રોષે ભરાયેલા મુસાફરો ફરી એકવાર ડેપોમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.

અમદાવાદ, ગાંધીનગર ખાતે રોજગાર માટે જતાં નોકરીયાત વર્ગો, મુસાફરોનું કહેવું છે, પહેલાના સમયપત્રક મુજબ આ બસ અમદુપુરાથી સાંજે 7 વાગે ઉપડી દહેગામ રાત્રે 8:15 વાગે પહોંચતી હતી, જે હવે સમયમાં ફેરબદલ કરતા આ બસ રાત્રે 9:30 વાગેની આસપાસ આવે છે, જેના કારણે મુસાફરોને બે-બે કલાક રાહ જોવી પડે છે.

ડેપો પોઇન્ટ પર બેસતા કર્મીઓ આ મામલે જવાબ આપવાને બદલે ઉપરી અધિકારી ડીસીને જવાબદાર ઠેરવે છે. ડીસીના નિર્ણય બાદ બસ રાબેતામુજબ ચાલુ થશે તેવું તેમનુ કહેવું છે. દહેગામ ડેપો મેનજરે પણ આ અંગે ડીસીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરી છે, છતાં નિરાકરણ આવ્યું નથી.

કેટલાક નોકરીયાત વર્ગના મુસાફરોએ અમદાવાદ ડીસીનો સંપર્ક કરીને અગાઉની જેમ સમયપત્રક મુજબ બસ દોડાવવા વિનંતી કરી ત્યારે એક યા બીજા કારણો આપીને ટાળે છે. ચૂંટણીઓ છે, તહેવારો છે, અને હવે ધાર્મિક મહોત્સવ છે તેવા બહાના કાઢીને ગલ્લાંતલ્લાં કરે છે. બીજી તરફ ડીસીને અનેકવાર રજૂઆત કરવા છતાં નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યા છે,

જ્યારે મુસાફરો છેલ્લા એક મહિનાથી બસના ટાઈમમાં ફેરફાર કરતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મુસાફરોની લાગણી છે કે અગાઉની જેમ બસનો ટાઇમ કરવામાં આવે જેથી મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે અને હેરાનગતિથી બચી શકે.

અન્ય સમાચારો પણ છે...