ધરપકડ:દહેગામ પોલીસે બાઈકની ડેકીમાં ઇંગ્લિશ દારૂ લઈને પસાર થતા શખ્સને ઝડપ્યો

દહેગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દહેગામ નરોડા રોડ પર બેંક ઓફ બરોડા નજીકથી દહેગામ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બાઈકની ડેકીમાં છુપાવી ઇંગ્લિશ દારૂ લઈને પસાર થઈ રહેલા રાજસ્થાનના શખ્સને રૂપિયા 9,500 ની કિંમતની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો તેમજ એક નંગ મોબાઈલ અને બાઇક સહિત કુલ રૂપિયા 32,500 ના મુદ્દા માલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે. રાઠોડ સ્ટાફના ગણપતસિંહ, સોહિલસિંહ તેમજ ગુંજનભાઈ સહિતની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક કાળા કલરના નંબર પ્લેટ વિનાના યામાહા બાઈક પર ઇંગ્લિશ દારૂ લઈને પસાર થનાર છે. જે આધારે પોલીસે દહેગામ નરોડા રોડ પર બેંક ઓફ બરોડા નજીક વોચ ગોઠવી હતી

તે દરમિયાન બાતમીવાળું નંબર પ્લેટ વિનાનું કાળા કલરનું બાઈક પસાર થતા તે શખ્સને રોકી બાઈકની ડેકીમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 9,500ની કિંમતની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો મળી આવતા પોલીસે બાઈક ચાલક અજયકુમાર કાંતિલાલ મીણા (રહે-કારછાકલા, નિચલાફલા તાલુકો ખેરવાડા જિલ્લા ઉદયપુર)ને ઝડપી દારૂ ઉપરાંત એક મોબાઇલ અને બાઈક સહિત કુલ રૂપિયા 32,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ પંથકમાં દારૂની હેરાફેરીને લઇ પોલીસ સતર્ક બની છે.જેના કારણે દારૂ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...