રેલવે તંત્ર દ્વારા જયપુર અસારવા, ઈન્દોર અસારવા અને કોટા અસારવા ત્રણેય ટ્રેનોનું સ્ટોપેજ દહેગામ રેલવે સ્ટેશનને આપ્યું છે. આથી લોકોને ઉત્તરના રાજ્યોમાં અવર જવર માટે સરળ રહેશે. જયપુર અસારવા અને કોટા અસારવા ટ્રેન સમયાંતરે શનિવારે સવારે દહેગામ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું.
રેલવે તંત્ર દ્વારા અમદાવાદ ઉદયપુર રેલવે લાઈન મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવ્યા બાદ નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. તેમાં અસારવાથી ડુંગરપુર અને અસારવાથી ઉદયપુર ટ્રેન ચાલી રહી હતી તેવામાં જયપુર અસારવા, ઈન્દોર અસારવા અને કોટા અસારવા ટ્રેનનો આરંભ કરતા જે ત્રણેય ટ્રેનોનું સ્ટોપેજ નાંદોલ, દહેગામ રેલવે સ્ટેશનને પણ આપવામાં આવ્યું છે.
જેને લઇ શહેર અને તાલુકાના લોકોમાં ખુશીની લહેર ઊઠી હતી. જયપુર અસારવા અને કોટા અસારવા ટ્રેન સમયાંતરે શનિવારે સવારે દહેગામ ખાતે આવતા સ્વાગત કરાયું હતું. દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પાલિકા પ્રમુખ પીનાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ યોગેન્દ્ર શર્મા, દહેગામ વેપારી મહામંડળના પ્રમુખ અતુલભાઇ શાહ, જીઆઇડીસી મેમ્બર્સ એસોસિએશનના પ્રમુખ કનુભાઈ બારોટ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જયપુર અસારવા તેમજ કોટા અસારવા ટ્રેનના લૉકો પાયલોટ, ગાર્ડ, તેમજ એન્જિનને ફૂલહાર પહેરાવ્યા હતા. દહેગામના સ્ટેશન માસ્તર અરુણકુમાર શર્માએ સૌ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. 3 નવી ટ્રેન દહેગામથી શરૂ થતાં તેનો લાભ મુસાફરોને મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.