અવર જવર શરૂ કરવા માગ:કંથરાઇના છાપરા પાસેના નાળિયામાં પાણીનો નિકાલ ન થતાં પાકને નુકસાન

દહેગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. - Divya Bhaskar
લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે.
  • પાણીનો નિકાલ થાય અને લોકોની અવર જવર શરૂ થાય તેવી ખેડૂતોની માંગ

કંથરાઇના છાપરા પાસેના નાળિયામાં ચારથી પાંચ ફુટ પાણી ભરાઇ જતા અવર જવર બંધ થઇ ગઇ છે. ઉપરાંત નાળિયાના પાણીનો નિકાલ નહી થતાં ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો પણ નિકાલ થતો નથી. આથી ખરીફ પાકને પારવાર નુકશાન થઇ રહ્યું હોવાનું ખેડુતોમાં રોષ ઉઠ્યો છે. આથી નાળિયામાં ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા આસપાસના ખેતરોના ખેડુતોમાં માંગણી ઉઠી છે.

દહેગામ શહેરના પરાવિસ્તાર કંથરાઈના છાપરા પાસેના નગરપાલિકા વિસ્તારની હદ મૂકીને અન્ય એક નાળ્યુ આવેલું છે જે એક કિલોમીટર લાંબો છે અને બાયડ રોડને જોડે છે. નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલા નાળિયામાંતો પાલિકા દ્વારા વર્ષો અગાઉ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે નાળિયા બાદ નગરપાલિકાની હદ પુરી થતાં પાલૈયા ગામની હદ લાગે છે જેના કારણે તે નળિયું રસ્તો બન્યા સિવાય વર્ષોથી જેમનો તેમ યથાવત છે.

દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થતા નાળિયામાં ચાર થી પાંચ ફૂટ પાણી ભરાઈ જાય છે અને આ વર્ષે પણ વરસાદ થતાં હજુ સુધી તે નાળિયું પાણીમાં ડૂબેલું છે. નાળિયામાં વધુ પાણી ભરાવવાના કારણે કોઈ નિકાલ ન હોવાથી આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયાછે જેના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તો વળી કેટલાક લોકોએ આ નાળિયામાં દબાણો પણ શરૂ કર્યા છે.

જો આ નાળિયામાં રસ્તો બનાવવામાં આવે તો કંથારાઈના છાપરા પાલૈયા તેમજ બાયડ રોડ તરફ લોકોને અવર જવર કરવામાં ખૂબ જ સહેલાઈ રહે તેમ હોવાથી આ વિસ્તારના લોકો પ્રધાનમંત્રી સડક યોજનામાંથી તાત્કાલિક અસરથી આ નાળિયામાં રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...