તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલન:દહેગામ પોલીસે પરિવારથી વિખૂટા પડેલા કિશોરનું મિલન કરાવ્યું

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમ.જી.અમીન કોમ્પ્લેક્સ પાસે 12 વર્ષનો કિશોર રાત્રે લાચાર અવસ્થા મળી આવ્યો હતો

નાંદોલ રોડ પર એમ.જી.અમીન કોમ્પ્લેક્ષની બહાર 13 વર્ષનો એક કિશોર રાત્રિના સુમસામ અંધારામાં લાચાર અવસ્થામાં બેઠો હતો. દરમિયાન નાઈટ રાઉન્ડમાં નીકળેલા પીએસઆઈ ડી.ડી.રાઠોડ તેમજ સ્ટાફની નજર કિશોર પર પડી હતી.

બાળક બિનવારસી જણાતો હતો. પીએસઆઈએ ગાડી થોભાવી તેની પૂછપરછ કરતા કિશોરે તેનું નામ કિરણ મુકેશભાઈ કટારા હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેના ખિસ્સામાંથી લુણાવાડાથી દહેગામની એસટી બસની ટિકિટ મળી આવી હતી. પોલીસે તેના ગામનું નામ પુછતાં નાની રેલ હોવાનું જણાવતો હતો. તેના ફોઈની પાસે જવા માટે નીકળી પરિવારથી વિખૂટો પડ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટેશનની લાવ્યા હતા. બીજી તરફ આ વિખૂટા પડી ગયેલા કિશોરને તેના પરિવારજનો સુધી પહોંચાડવા દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.કે.રાઠોડનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.ડી.રાઠોડે લુણાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સચિન પરમારનો સંપર્ક કરી કિશોરનાં ફોટોગ્રાફ્સ મોકલી હકીકતથી વાકેફ કર્યા હતા જેથી પીએસઆઈ સચિન પરમારે નાની રેલ,પોસ્ટ બલૈયા તા ફતેપુરા જિ.દાહોદના સરપંચ ભરતભાઈ કટારાને કિશોરની તપાસ કરાવતા આ કિશોર કિરણ મુકેશભાઈ કટારા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ કિરણના કાકા હિતેશભાઈ કટારા કિરણને લેવા દહેગામ પોલીસ મથકે આવી પહોંચતા કિરણ કાકાને જોઈ ભેટી પડ્યો હતો આમ પરિવારથી વિખૂટા પડેલા કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...