તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:દહેગામ પોલીસે જુગાર રમાડતાં શખ્સને ઝડપ્યો

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પશુ દવાખાનાની પાળી પાસે બેસી વરલી-મટકાનો હારજીતનો જુગાર રમાડતા શખ્સને પોલીસે રૂપિયા5,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. દહેગામના પશુ દવાખાનાની પાળી પર બેસી વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની બાતમી પીએસઆઈ પી.જે. સોલંકી ને મળતા હેડ કોન્સ્ટેબલ ગણપતજી સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી વરલી મટકાનો જુગાર રમાડતા ગોપાલભાઈ વાડીભાઈ દેવીપૂજક (રહે-વટવા તા.દહેગામ) ને રોકડરકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 5,600 મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...