તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દહેગામ પાલિકાએ પોલીસ ટીમ સાથે 3 સ્થળેથી દબાણો દૂર કર્યાં

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ નગરપાલિકા દ્વારા શહેરમાં અડચણરૂપ દબાણો હટાવાયા હતા. - Divya Bhaskar
દહેગામ નગરપાલિકા દ્વારા શહેરમાં અડચણરૂપ દબાણો હટાવાયા હતા.
  • ગુર્જર મંદિર પાસે કેનાલ પર ટ્રાફિકમાં અડચણરૂપ પાર્ક કરેલી 5 ગાડીના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી

દહેગામ પાલિકા દ્વારા શહેરમાંથી ત્રણ જેટલા વિસ્તારમાં રસ્તા પર દબાણો દૂર કરાયા હતા. ટ્રાફિકની વિકટ સમસ્યા હળવી થાય તેમ માટે મંગળવારે દહેગામ પાલિકાના સીઓ આર.જે.હુદડ, દબાણ શાખાના ગોપાલ શાહ, નરેશ બ્રહ્મભટ્ટે પોલીસની ટીમ સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરી હતી. તાલુકા સેવા સદનથી સરદાર શોપિંગ સેન્ટર ત્રણ રસ્તા સુધીના લારીનાં દબાણો દૂર કરાયા હતા. ઉપરાંત ખાદી ભંડાર તરફથી જૂની મામલતદાર કચેરી રોડ પર પણ લારીઓ તેમજ દુકાનદારો દ્વારા ફૂટપાથો પર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અંતે સરદાર શોપિંગ સેન્ટર ચાર રસ્તા આગળથી વારાહી માતાનાં મંદિર રોડ તરફના ફૂટપાથ તેમજ લારીઓનાં દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. બીજી તરફ ગુર્જર મંદિર સિનેમા આગળ બનાવાયેલ કેનાલ પર પાર્ક કરેલ ટ્રાફિકમાં અડચણરૂપ પાંચ ગાડીનાં માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...