પ્રમાણિકતા:દહેગામ ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા, બસમાંથી મળેલું રૂપિયા ભરેલુ પર્સ યુવતીને પરત કર્યું

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ એસટી ડેપોની બસ સાડા દસ વાગે સાઠંબાથી અમદાવાદ જવા રવાના થઈ હતી જે બસમાં જીતપુર ગામની ગીતાબેન ધીરજભાઈ નામની યુવતી કાલુપુર જવામાટે બેસી હતી જે યુવતી કાલુપુર ઉતરી ગઈ તે સમય દરમિયાન સીટ પર તેનું ચાર હજાર રૂપિયાની રોકડ રકમ ભરેલુ પર્સ બસમાં જ ભૂલી ગઈ હતી. જેની પર બસના કંડકટર ઈનાયતમિયાં લાલમિયાં અન્સારીની નજર પડતાં તેમણે પર્સ રાખી લઈ ડેપોમાં જમા કરાવવા જતા હતા.

તે સમયે પર્સના મૂળ માલિક ગીતાબેન હાંફળાફાંફળા થઇ ગયા અનને દોડી આવી બસમાં તેમનું પર્સ ગુમ થયું હોવાની હકીકત જણાવતા કંડક્ટર ઈનાયતમિયાં અન્સારીએ ચાર હજાર રૂપિયાની રોકડ રકમ ભરેલું પાકીટ મૂળ માલિક ગીતાબેનને પરત કરવામાં આવતાં તેમણે ભાવુક થઈ કંડકટરનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કંડકટરની પ્રમાણિકતા અંગે દહેગામ ડેપોના મેનેજર હાર્દિક રાવલે પણ શાબાશી આપી કંડકટરને પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...