તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંંટણી અંતર્ગત દહેગામ કોંગ્રેસ અને ભાજપ દ્વારા દાવેદારોની યાદીને આખરી ઓપ

દહેગામ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને પક્ષ દ્વારા તમામ ફોર્મ જિલ્લાકક્ષાએ મોકલી અપાયા

જિલ્લાની દહેગામ નગર પાલિકાની 28 તાલુકા પંચાયતની 28 તેમજ જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારી કરવા માટે ભાજપ કોંગ્રેસ પક્ષના દાવેદારોએ પક્ષમાંથી બાયોડેટા સાથે ફોર્મ ભરી મોકલી આપ્યા છે. તે તમામ ફોર્મ બંને પક્ષે જિલ્લાકક્ષાની કો-ઓર્ડિનેશન કમિટીમાં મોકલી આપવા આખરી ઓપ આપી દીધો હોવાનું જાણવા મળે છે.

દહેગામ નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી અંગે પક્ષ દ્વારા નિમવામાં આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા 58 દાવેદારો તેમજ તાલુકા પંચાયતના 89 જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે 150થી વધુ દાવેદારોએ પક્ષમાં ફોર્મ ભરી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે 60 દાવેદારોએ ફોર્મ ભર્યા છે.

તાલુકા પંચાયત માટે 216 તેમજ નગરપાલિકાના સાત વોર્ડ માટે 220 જેટલા દાવેદારોએ બાયોડેટા સાથેના ફોર્મ ભર્યા છે. બંને પક્ષ દ્વારા તમામ ફોર્મ જિલ્લા કક્ષાએ મોકલી આપવા માટે આખરી ઓપ અપાઈ ગયો છે. બંને પક્ષે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના દાવેદારો અંગે પ્રદેશ કક્ષાએથી ચર્ચા બાદ મંજૂરીની મહોર વાગતા યાદી જાહેર થનાર હોવાનું મનાઈ રહ્યું છે. જિલ્લાની દહેગામ નગર પાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણીલક્ષી કામગીરીમાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો