તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નાંદોલ ગામમાં ખોદકામ કરતાં જમીનમાંથી વર્ષો જૂના પાળિયા નીકળતાં લોકોમાં કુતૂહલ

દહેગામ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
નાંદોલની ખારી નદી પાસેથી પાળિયાની મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. - Divya Bhaskar
નાંદોલની ખારી નદી પાસેથી પાળિયાની મૂર્તિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
 • પરિવારના સભ્યોએ માટીમાંથી પાળિયા બહાર કાઢી પૂજા-અર્ચના કરી

દહેગામ તાલુકાના નાંદોલ ગામના મૂળ રહીશ અને વર્ષોથી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રમતળા ગામે રહેતા ઠાકોર પરિવારના જ્ઞાની મહારાજ દ્વારા ઠાકોર પરિવારને તેમના બાપદાદાના પાળિયાની મૂર્તિ નાંદોલ ગામે નદી કિનારા પાસે ધરબાયેલી હોવાનું જણાવતા તેના આધારે રમતળાથી તમામ પરિવારના સદસ્યો નાંદોલ ખાતે નદી પાસેના ચરા નજીક આવી ખોદકામ કરતાં વર્ષો પુરાણા પાળિયાની મૂર્તિ મળી આવી હતી.આ વાત લોકોમાં વહેતી થઇ હોવાના કારણે લોકોના ટોળેટોળા ઉમટયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ અંગે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રમતળા ગામે રહેતા રઘુભાઈ માનસંગભાઈ ઠાકોર નો સંપર્ક સાધતા તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમારા પૂર્વજો વર્ષો પહેલાં નાંદોલ ગામે વસવાટ કરતા હતા અમારા કુટુંબના એક જ્ઞાની મહારાજે અમારા બાપદાદાના પાળીયાની મૂર્તિ નાંદોલ ગામે ખારીનદી પાસેની એક જગ્યામાં હોવાનું જણાવ્યું હતું,

જેથી અમો પરિવાર સાથે નાંદોલ ગામે આવી શોધખોળ કરતાં માટીમાં ધરબાયેલી પાળિયાની મૂર્તિ મળી આવી હતી.જે મૂર્તિના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. નાંદોલ ગામેથી માટીમાં ધરબાયેલી પાળિયાની મૂર્તિ બહાર કઢાતા લોકોમાં મૂર્તિઓ નીકળી હોવાની વાત વહેતી થવાના કારણે મોડી રાત સુધી લોકોના ટોળેટોળા નદી કિનારા પાસેની જગ્યામાં ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો