તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દહેગામની યુવતીને ભગાડીને મરજી વિરુદ્ધ સંબંધ બાધનાર યુવક સામે ગુનો

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આબુ રોડ ખાતેની એક હોટલ પર લઈ ગયો હતો

દહેગામ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીનો પરિચય નરોડા નજીકના હંસપુરા ખાતે રહેતા સુનિલ કિરણભાઈ ઠાકોર નામના યુવક સાથે થયો હતો. જે બાદ મોબાઇલ નંબરની આપ લે થતા યુવતી અને સુનીલ એકબીજાને મળતા હતા તે પછી યુવતીને તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

30 જૂને યુવતી જે સ્થળે નોકરી કરતી હતી ત્યાં સુનિલ બુલેટ લઈને પહોંચી યુવતીને મળવા બોલાવી હતી. યુવતીએ ક્રિમિલિયર અંગેનું સર્ટિફિકેટ કઢાવવા માટે કહેતા તેણે યુવતીને ચાલ હું તને લઈ જાઉં છું તેમ કહીં બુલેટ પર બેસાડી હતી. બુલેટ પાછળ બેસેલી યુવતીને સુનિલે મારે તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીં આબુ રોડ ખાતેની એક હોટલ પર લઈ ગયો હતો.

જ્યાં યુવતીની મરજી વિરુદ્ધ અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બીજી તરફ સુનિલના સગા તેને શોધતા-શોધતા આબુરોડ પહોંચી બંનેને પરત લાવ્યા હતા. પરત આવ્યા બાદ યુવતીએ સુનિલ કિરણભાઈ ઠાકોર (રહે હંસપુરા- નરોડા) વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...