સંમેલન:દહેગામ ખાતે કોંગ્રેસનું વિધાનસભા વિસ્તાર કાર્યકર સંમેલન યોજાયું

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સંમેલનમાં એક મંચ પર દેખાયા

દહેગામના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા દહેગામ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ કાર્યકર સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી જિલ્લા પ્રમુખ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસથી નારાજ દહેગામના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ પણ સંમેલનમાં એક મંચ પર જોવા મળ્યા હતા.

દહેગામ નજીક નીલકંઠ મહાદેવ ખાતે યોજાયેલા વિધાનસભા વિસ્તાર કાર્યકર સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ , જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, અમદાવાદ (પૂર્વ) લોકસભાના નિરીક્ષક અને ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડો.સી.જે.ચાવડા, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી ગૌતમભાઈ ધનાવાડિયા, નરોડા વિધાનસભાના પ્રભારી કમલભાઈ અમીન, દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ રબારી તેમજ તાલુકા પ્રમુખ દેવરાજ સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત દહેગામ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈ નારાજ થયેલા પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ તેમજ પૂર્વ શહેર પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડ (લાલભાઈ) પણ સંમેલનમાં એક મંચ પર દેખાયા હતા.

નીલકંઠ મહાદેવ ખાતે યોજાયેલા સંમેલન અગાઉ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રદીપસિંહ રોહિતસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ હરપાલસિંહ જાડેજા તેમજ મહામંત્રી ધરમસિંહ ડાભી દ્વારા દહેગામ નહેરુ ચોકડી નજીકથી નીલકંઠ મહાદેવ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં મહેમાનો પણ જોડાયા હતા સંમેલનમાં ઉપસ્થિત આગેવાનોએ આગામી દિવસોમાં આવનાર વિધાનસભાની ચૂંટણીને લઇ એકબીજાના મન દુઃખ દૂર કરી કાર્યકરોને પક્ષના કામે લાગી જવાનું આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...