કાર્યવાહી:દહેગામમાં પાર્ક કરેલા બાઈકની ચોરી થતાં ફરિયાદ

દહેગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામના બાલમુકુંદ સ્ક્વેર આગળ પાર્ક કરાયેલા સ્પ્લેન્ડર બાઈકની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરતા બાઈકના માલિક કે દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘમીજ પાસેના રતનપુરના છાપરા ખાતે રહેતા અને શહેરના બાલમુકુંદ શહેરમાં આવેલી મીશિકા હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતા મયુરભાઈ ચૌહાણ તેમનું બાઈક લઈને નિત્યક્રમ મુજબ નોકરી આવ્યા હતા. તેમણે તેમનું બાઈક ક્રિષ્ના પાર્લર આગળ લોક કરીને મૂક્યું હતું. સાંજના ચારેક વાગે નોકરી પૂર્ણ થયા બાદ મયુરભાઈ તેમની બાઈક લેવા ગયા ત્યારે બાઈક જણાઈ ન હતી આથી તેમણે દહેગામ બજારમાં શોધખોળ કરી હતી છતાં મળી ન આવતા તેમની બાઇકની ચોરી થઈ હોવાનું જણાયું હતું તેથી તેમણે દહેગામ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...