રાજકારણ:હરસોલીની ચૂંટણીમાં હારેલા ઉમેદવારની રિકાઉન્ટિંગ બાબતે કોર્ટમાં ફરિયાદ

દહેગામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાબદાર અધિકારીઓને 10મી જાન્યુઆરીએ હાજર રહેવા આદેશ

દહેગામ તાલુકાનાં હરસોલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓછા મતોથી પરાજિત થનાર ઉમેદવાર દ્વારા ચૂંટણીમાં મળેલા મતોનું રિ-કાઉન્ટિંગ કરવા માટે એડવોકેટ દ્વારા દહેગામ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. દહેગામ કોર્ટે અરજદારની ફરિયાદના અનુસંધાને કલેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓને નોટિસ ફટકારીને આગામી 10મી જાન્યુઆરીએ હાજર રહેવા માટે આદેશ કર્યો છે.

હરસોલી ગ્રામ પંચાયતના ઉમેદવાર લક્ષ્મણસિંહ તખતસિંહ ચૌહાણ તેમજ ખોડસિંહ ફૂલસિંહ ચૌહાણે રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં રજુઆત કરી હતી જેમાં ફરીથી રીકાઉન્ટિંગ કરવા માટે રજુઆત કરાઇ છે તેમના દ્વારા લેખિતમાં કરવામાં આવેલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી દરમિયાન ત્યાંહાજર કર્મચારીઓએ ઉમેદવારોને બેલેટ પેપરમાં સિક્કો બતાવ્યા સિવાય તેમની રીતે ગણતરી કરી હતી અને હાજર ઉમેદવારોને તે અંગે કોઈ ચકાસણી કર્યા વિના 50-50ના બંડલ બનાવી દીધા હતા અને માત્ર ઉમેદવારોને બંડલ બતાવી દીધા હતા અને તેની ચકાસણી પણ કરવા દીધી નહોતી.

જેથી કાળુસિંહ બાલુસિંહ ચૌહાણ દ્વારા રીકાઉન્ટિંગ મગાયુ હતું તેમ છતાં પણ હાજર કર્મચારીઓએ તમને અમારા ઉપર વિશ્વાસ નથી, બધું બરાબર ચાલે છે અને રી-કાઉન્ટિંગ નહી થાય અને તેમ કહીને બહાર કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.જેના કારણે ઉમેદવાર થોડાક વોટના તફાવતથી ચૂંટણી હારી ગયા હતા અને ફરીથી રી કાઉન્ટિંગ કરવામાં આવે તો ઉમેદવાર વિજેતા બની શકે છે. ઉમેદવારે અરજી કરી હોવા છતાં પણ હજુ સુધી તેમની માગણી સ્વીકારવામાં નહિ આવતા છેવટે ઉમેદવારે એડવોકેટ અમિત પી.પટેલ અને વિષ્ણુરાવળ દ્વારા દહેગામ કોર્ટમાં અરજી કરાઈ હતી.

ઉમેદવારે 22 ડીસેમ્બર-2021ના રોજ રી-કાઉન્ટિંગની માંગણી કરતા હરસોલીના સરપંચના ઉમેદવાર કાલુસિંહ બાલુસિંહ ચૌહાણે ન્યાય માટે દહેગામ કોર્ટમાં 4 જાન્યુઆરીએ અરજી કરતા દહેગામ કોર્ટે અરજી સ્વીકારીે 5જાન્યુઆરીએ ચૂંટણી અધિકારીઓને નોટિસ ફટકારી હતી .

અન્ય સમાચારો પણ છે...