તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાટનાકૂવા ગામની સગીરાને ભગાડી જનારા સામે ફરિયાદ

દહેગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સગીરાના માતા અને પિતા કામથી બહારગામ ગયા હતા

પાટનાકૂવા ગામે રહેતા એક પરિવારની 17 વર્ષિય સગીરાના માતા-પિતા ગત 22મી ના રોજ સામાજિક કામ અર્થે બહારગામ ગયા હતા તે વખતે સગીરા અને તેનો ભાઈ દાદીના ઘરે હતા જેઓ રાત્રે અલગ અલગ રૂમમાં સુઈ રહ્યા હતા. સવારના આઠેક વાગ્યે સગીરાના ભાઇએ જોયું તો સગીરા ઘરમાં જણાઇ ન હતી .

તે વખતે ગામના ઇન્દિરાનગરમાં રહેતા પુંજાજી કાળાજી ઠાકોર સગીરાના ઘરે આવી હતી અને તેના ભાઈને તારી બહેન ક્યાં છે? તે અંગે પૂછપરછ કરતાં તેણે ઘરે ન હોવાનું જણાવ્યું હતું આથી પુંજાજીએ તેમનો પુત્ર પ્રકાશ પણ ઘરે ન હોવાનું જણાવતા સગીરાના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પ્રકાશના પિતા પૂંજાજીએ સગીરાના પરિવારજનોને તેમની દિકરીને શોધી આપવાનું જણાવ્યું હતું. છતાં ન મળતા સગીરાના પિતાએ પ્રકાશ પુંજાજી ઠાકોર વિરૂધ્ધ રખિયાલ પોલીસમાં લગ્ન કરવાના ઈરાદે લલચાવી ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...