કાર્યવાહી:સગદલપુર પંચાયતની જમીન પર ગેરકાયદે કબ્જો કરનારા 5 સામે ફરિયાદ

દહેગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા વારંવાર નોટિસ અપાઈ હતી
  • પુરાવા રજૂ ન કરી શકતાં ગુનો નોંધાયો

દહેગામ તાલુકાના સગદલપુર ખાતે ગ્રામ પંચાયતની જમીન પર છેલ્લા ત્રીસ વર્ષથી કબ્જો જમાવી બેઠેલા પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પંચાયત દ્વારા જમીન ખાલી કરવાની નોટીસો આપવા છતાં જમીન ખાલી ન કરતા હોવા ઉપરાંત તેમની માલિકીના હક દાવાના આધાર પુરાવા રજૂ કરી ન કરતા ગામના તત્કાલીન મહિલા સરપંચ દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા કલેકટર દ્વારા પાંચ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો હૂકમ કરવામાં આવતાં તત્કાલીન સરપંચે રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

આ અંગે સગદલપુરમાં 2017 થી 2021 દરમ્યાન સરપંચ તરીકે રહેલાં રંજનબેન દિનેશચંદ્ર શાહે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ સગદલપુર ગ્રામ પંચાયતની જમીન પર લાખાભાઈ ભલાભાઈ ભરવાડ, હરકેશભાઈ લાખાભાઈ ભરવાડ, મંગાભાઈ લાખાભાઈ ભરવાડ, રઘાભાઈ અર્જુનભાઈ ભરવાડ તેમજ રમેશજી રઇજીજી ઠાકોર દ્વારા ગેરકાયદેસર કબ્જો કરાયો હતો. જેમાં પશુઓ માટે રહેણાંકનો ઉપયોગ કરી ત્યારબાદ છાપરા બાંધી તેમજ એક વ્યક્તિ દ્વારા પાકું ચણતર કરી દેવાયું હતું.

જેને પગલે પંચાયત દ્વારા અવાર-નવાર નોટીસ આપવામાં આવી હતી, જેમાં માલિકીની જમીન હોવાના કોઈ હક પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી પંચાયત દ્વારા ઠરાવ કરી જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. જેની તપામાં જમીન પર કબજો કરનારાઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનો હૂકમ કરાયો હતો. જેને પગલે તત્કાલીન સરપંચ રંજનબેન દિનેશચંદ્ર શાહે રખિયાલ પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...