તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દહેગામની સગીરાને ભગાડનાર સહિત 2 યુવકો સામે ફરિયાદ

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2 સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

દહેગામ તાલુકાના એક ગામની 13 વર્ષ અને 10 માસની વયની કિશોરીને ગામનો યુવક તેના મિત્રની મદદગારીથી ભગાડી જતા કિશોરીના પિતાએ તેમની પુત્રીને ભગાડી જનાર યુવક તથા તેની મદદગારી કરનાર નિકોલના યુવક વિરુદ્ધ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના એક ગામમાં એક પરિવારની 13 વર્ષ અને 10 માસની સગીર કિશોરી ગત 25 જૂનના રોજ તેના ઘરે સુઈ ગઈ હતી મોડી રાત્રે એટલે કે તારીખ 26ના રોજ કિશોરીના પિતા પાણી પીવા માટે ઊઠ્યા ત્યારે તેમની દીકરી ખાટલામાં જણાઈ ન હતી. આથી પરિવારજનો જાગી ગઈ તેની તપાસ હાથ ધરી હતી થતા કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ બનાવના પાંચેક માસ પહેલા સગીર કિશોરીને તેના કાકાએ તેને કૃષ્ણનગર કોઠી ગામના ધનપાલસિંહ ઉર્ફે ભઈજી ભીમસિંહ ચૌહાણ સાથે વાતચીત કરતા જોઈ હતી તે વખતે કિશોરીના કાકાએ ધનપાલસિંહને ઠપકો પણ આપ્યો હતો જેથી તેઓ ધનપાલસિંહ ઉર્ફે ભયજીના ઘરે જઈ તપાસ કરતા તે પણ ઘરે મળી આવ્યો ન હતો.

બીજી તરફ જાણવા મળ્યું હતું કે ધનપાલસિંહનો ખાસ મિત્ર નિકોલ ગામનો અલ્પેશ લીલાભાઈ રબારી છે જેથી તેઓ નિકોલ જઈ ખાત્રી કરતા અલ્પેશ પણ મળી આવ્યો ન હતો. જેથી અલ્પેશના એક મિત્ર પૂનમ રાવળને પૂછતાં તેણે અલ્પેશ ગામના એક વ્યક્તિની ગાડી લેવા તેને સાથે લઈ ગયો હતો અને તે ગાડીમાં ધનપાલસિંહ અને એક છોકરીને બેસાડી ક્યાંક લઈ ગયો હોવાનું જણાવતા કિશોરીના પિતાએ તેમની દિકરીને ભગાડી જનાર ધનપાલસિંહ ઉર્ફે ભયજી તથા તેના મિત્ર અલ્પેશ લીલાભાઈ રબારી વિરુદ્ધ અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ફરિયાદના આ અંગે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...