તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી:સિંગરવામાં કોંગ્રેસના ઉમેદવારના ઘરમાં શૌચાલય ન હોવાથી જિલ્લા પંચાયતનું ફોર્મ રદ

વહેલાલ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે નિર્ણય લેવાયાનો આક્ષેપ, કોંગ્રેસ હાઇકોર્ટમાં જશે
 • ભુવાલડીમાં પણ મેન્ડેટમાં નામ નહીં હોવાથી કોંગ્રેસની ઉમેદવારી રદ

અમદાવાદ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટેની ચૂંટણીમાં દસક્રોઇ તાલુકાની બે બેઠકોમાંથી ભૂવાલડીમાં મેન્ડેટમાં નામ નહીં હોવાનું અને સિંગરવામાં સોસાયટીમાં રહેતા ઉમેદવાર પાસે શૌચાલય નહીં હોવાનું જણાવી કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતાં. બંને ફોર્મ રાજ્યના ગૃહમંત્રીના ઇશારે રદ કરાયા હોવાનો જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કરતા કહ્યું કે, બે દિવસમાં હાઇકોર્ટમાં અરજી કરાશે. જોકે ભાજપે આક્ષેપ ફગાવી કોંગ્રેસની નબળાઇ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ભાજપ 71, કોંગ્રેસ 66 અને આપના 24 સહિત કુલ 197 ઉમેદવારો મેદાનમાં છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પકંજસિંહ વાઘેલાએ આક્ષેપ કરતા કહ્યું કે, દસક્રોઇ તાલુકામાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું પ્રભુત્વ છે. તાલુકાની ભુવાલડી બેઠકના ઉમેદવાર બુધાજી ઠાકોરના ફોર્મમાં કોંગ્રેસના મેન્ટેડમાં ભૂલ હોવાનું જણાવી રદ કરાયું છે. જે તદ્દન ખોટુ છે. ઉમેદવાર પાસે કોંગ્રેસ પક્ષનો મેન્ડેટ હતો. જેમાં પૂરી વિગત પણ લખી હતી. જે ફોર્મ બદલી ખોટી રીતે રદ કરી દેવાયું છે. સિંગરવા બેઠકના ઉમેદવાર ક્રિશ્ના મેહુલ પટેલે ફોર્મમાં શૌચાલય હોવાનું લેખિત આપ્યું હોવા છતાં ફોર્મ રદ કરાયું છે. ભાજપ સરકારના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો વિસ્તાર હોવાથી અધિકારીઓ પર શામ,દામ, દંડની નિતી અપનાવી બંને ફોર્મ રદ કરાવ્યા છે. બંને બેઠક પર ભાજપને હારવાનો ડર હતો. આ મામલે જિલ્લા કોંગ્રેસના આગેવાનોની લીગલ વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે.

ભાજપના જિલ્લા પ્રમુખ હડસદગીરી ગોસાઇએ આક્ષેપોને ફગાવતા કહ્યું કે, ફોર્મની વિગતો સ્કેન કરી ચૂંટણી પંચને મોકલવાની હોય છે. જેથી અધિકારીઓ ખોટુ કરે નહીં. ઓન કેમેરા શૌચાલય નહીં હોવાનું ઉમેદવાર સ્વિકારયા પછી કોંગ્રેસ ખોટો કકળાટ કરે છે. આગેવાનો સામે ખોટા આક્ષેપ કરે છે. આમાં કોંગ્રેસની નબળાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો