તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લીકેટ દવાઓનું વેચાણ:દહેગામમાં ફર્ટિલાઇઝરની બે દુકાનમાં CID ક્રાઇમના દરોડા

દહેગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિકંદરાબાદમાં તૈયાર થતી ડુપ્લીકેટ દવાઓનું વેચાણ કરતા
  • CFC સેલે 2.49 લાખની ડુપ્લીકેટ જંતુનાશક દવાનો જથ્થો ઝડપ્યો

દહેગામ શહેરની ફર્ટિલાઇઝરની દુકાનના દુકાનદાર દ્વારા રજીસ્ટર પરવાના વિના કોપીરાઈટ ટ્રેડમાર્કનો ભંગ કરી ઈયળ મારવાની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેચાણ કરી છેતરપિંડી કરતા હોવાની જાણ કંપનીદ્વારા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના સીએફસી સેલને કરાતા ક્રાઈમ બ્રાન્ચ દુકાનમાં તપાસ હાથ ધરાઇ હતી. જે દુકાન ઉપરાંત જેની પાસેથી માલ લાવ્યા હતા. તે સ્થળે તપાસ કરતા બંન્ને દુકાનોમાંથી કુલ રૂપિયા 2.49 લાખની ડુપ્લીકેટ દવાઓનો જથ્થો મળી આવતા પોલીસે બંને દુકાનદારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નેકસસ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડના રજીસ્ટર કોપીરાઈટ અને ટ્રેડમાર્કનો ભંગ કરી એકે-56 બ્રાન્ડના નામે સિકંદરાબાદ કેમિકલ્સ દ્વારા તૈયાર કરાયેલી એકે-56 ના નામે ઈયળ મારવાની ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનું વેચાણ દહેગામ શહેરમાં એસટી સ્ટેન્ડ પાસે આવેલી અંબિકા એગ્રો સર્વિસ ખાતે થઇ રહ્યું હોવાની ફરિયાદ નેક્સસ બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ફીલ્ડ ઓફિસરે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સીએફસી સેલમાં કરી હતી.

જેના આધારે નેકસસ બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એડમિનિસ્ટ્રેટર, ફિલ્ડ ઓફિસર તથા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી અંજના ભગોરા તેમજ પીઆઈ એસ.એમ.ચૌધરી અને તેમની ટીમ દ્વારા દહેગામમા દરોડા પાડ્યા હતા. અંબિકા એગ્રો સર્વિસ નામની દુકાનમાં તપાસ કરતાં તેમાંથી સિકંદરાબાદ કેમિકલ દ્વારા તૈયાર કરાયેલી ડુપ્લીકેટ એકે-56 નામની જંતુનાશક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. જેથી દુકાનદાર ભરતભાઈ ડાહ્યાભાઈ પટેલને આ દવાઓ ક્યાંથી લાવ્યા તેવું પૂછતાં તેમણે દહેગામ શહેરના મોડાસા રોડ પર પેટ્રોલ પંપની પાસે આવેલી અંબિકા ફર્ટિલાઇઝરની દુકાનના દુકાનદાર હિરાલાલ માવજીભાઈ પટેલ પાસેથી લાવ્યા હોવાનું જણાવતાં સીઆઇડી ક્રાઇમની ટીમે ત્યાં પણ તપાસ હાથ ધરી હતી દુકાનમાંથી પણ તેમને ડુપ્લીકેટ દવાઓ મળી આવતા પોલીસે બંન્ને દુકાનોમાંથી મળી આવેલો કુલ 2.49 લાખની કિંમતનો જથ્થો કબજે કરી સીઆઇડી ક્રાઇમની ટીમે બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર નિમેષકુમાર પટેલની ફરિયાદ આધારે સિકંદરાબાદ કેમિકલ્સ દ્વારા ઉત્પાદિત ડુપ્લીકેટ એકે-56 નામની ઈયળ મારવાની જંતુનાશક દવાનું વેચાણ કરનારા અંબિકા એગ્રો સર્વિસના દુકાનદાર ભરતભાઈ ડાહ્યાભાઈ પટેલ (રહે-દહેગામ) તથા અંબિકા ફર્ટિલાઇઝરના દુકાનદાર હિરાલાલ માવજીભાઈ પટેલ (રહેદહેગામ)વિરુદ્ધ ગુનો નોંધી બે નંગ મોબાઈલ સહિત કુલ 2.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...