તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા પંચાયતની દહેગામની 7 માંથી 5 બેઠકના ઉમેદવાર નવા નિશાળિયા

દહેગામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતમાં અગાઉ ચૂંટાઈ આવેલા સાણોદા બેઠકના ઉમેદવારને ફરી મોકો અપાયો
 • અમરાજીના મુવાડા બેઠકમાં ભાજપના મહામંત્રી અને કડાદરાના સરપંચના પત્નીને ટિકિટ અપાઈ

ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી જેમાં જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તમામ સાતેય બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની સાત બેઠકો પૈકી પાંચ ઉમેદવારો પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે જ્યારે રખિયાલ બેઠકના ઉમેદવાર તાલુકા પંચાયત ચૂંટણી જીતી સદસ્ય રહી ચૂક્યા છે. સાણોદા જીલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વર્ષ 2010માં સાણોદા જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયા હતા જ્યારે વર્ષ 2015 માં આ બેઠક પર જ તેમના પત્ની ચૂંટાઇ આવ્યા હતા.

અમરાજીના મુવાડા બેઠકમાં ભાજપના મહામંત્રી અને કડાદરાના સરપંચ ના પત્નીને ટિકિટ અપાઈ છે. જ્યારે હરખજીનામુવાડા જિલ્લા પંચાયતની બેઠકમાં અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટાઇને આવેલા સદસ્યની પુત્રવધૂને ટિકિટ આપવામાં આવી છે.

દહેગામ નગરપાલિકાના તમામ 28 ઉમેદવારોમાંથી કેટલાક નવા ચેહરા
દહેગામ પાલિકાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવારી ને લઇ એકદમ નવાજ ચહેરાઓને મોકો આપવાની વાતથી કયાંય ને ક્યાંક અસંતોષ દેખાઈ રહ્યો હતો તેવામાં ગુરુવારે બપોરે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની યાદી બહાર પડાયા બાદ મોડી સાંજે નગરપાલિકાના તમામ 28 ઉમેદવારોની યાદી બહાર પાડી દેવાઇ હતી તેમાં કેટલાક નવા ચહેરાને સ્થાન અપાયું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1 માં પાલિકામાં સદસ્ય તરીકે ચૂંટાઇ આવેલા સદસ્ય ઉપરાંત પૂર્વ મહિલા સદસ્ય તેમજ યુવા ભાજપના મહામંત્રીના પત્નીને ટિકિટ ફાળવાઇ છે. વોર્ડ નબર 2 માં ચારેય ઉમેદવાર નવા છે જ્યારે વોર્ડ નંબર 3 માં એક પૂર્વ સદસ્ય ના પત્ની તેમજ એક પૂર્વ સદસ્યને સ્થાન અપાયું છે. વોર્ડ નંબર 2 માંજ ભારતીય જનતા પાર્ટીનાં પીઢ નેતાના ભત્રીજાને ટિકિટ ફાળવાઇ વોર્ડ નંબર 4 માં એક પૂર્વ મહિલા સદસ્ય તેમજ એક પૂર્વ સદસ્યને રિપીટ કરાયા છે .જ્યારે વોર્ડ નંબર 5 માં પૂર્વ પ્રમૂખના પુત્ર પૂર્વ સદસ્ય ના પત્ની તેમજ એક પૂર્વ સદસ્ય રહી ચૂકેલાને ટિકિટ ફાળવાઇ છે. જ્યારે વોર્ડ 6 માં એક ટિકિટ પૂર્વ મહિલા સદસ્યના પુત્રીને ફાળવાઇ છે.

ભામાશા રાકેશ પટેલની ટિકિટ કપાઈ
તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી ચેખલાપગી, પાટનાકૂવા અને સાણોદા બેઠકોનાં મોડી સાંજે ઉમેદવારો જાહેર કરાયા હતા. સાંપા બેઠકમાં અગાઉ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યના પત્ની તેમજ કરોલી બેઠક તેમજ હરખજીનામુવાડા બેઠકમાં ચૂંટાઈ આવેલા મહિલા સદસ્યાના પતિને ટિકિટ આપી છે. કરોલી બેઠક માટે ભામાશા તરીકે જાણીતા રાકેશભાઈ પટેલ ની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો