તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દહેગામ શહેરની કેનેરા બેન્કનું ATM ઘણા સમયથી બંધ હાલતમાં

દહેગામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેંકના ખાતેદારો અન્ય બેન્કમાં પૈસા ઉપાડવા મજબૂર બન્યા
  • ખાતેદારો પરેશાન છતાં બેંકના જવાબદારો દ્વારા યોગ્ય પગલાં લેવાતા નથી

દહેગામ શહેરમાં આવેલી કેનેરા બેંકનું એટીએમ છેલ્લા કેટલાય દિવસો સુધી સતત બંધ રહેતા ખાતેદારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટીએમ બંધ રહેવાના કારણે અન્ય એટીએમનો ઉપયોગ કરવામાં આવતા ખાતેદારોના નાણાંનો વ્યય થાય છે. છતાં બેંકના જવાબદારો દ્વારા યોગ્ય પગલાં લેવામાંન આવતા ખાતેદારોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. દહેગામ શહેરમાં આવેલી કેનેરા બેન્ક નું એટીએમ સતત બંધ રહેતા ખાતેદારો અન્ય બેંકોના એટીએમમાંથી નાણા ઉપાડવા મજબૂર બને છે,જેના કારણે તેમને ચાર્જ ભરવો પડે છે.

આ બાબતે વારંવાર ખાતેદારો દ્વારા દહેગામ શાખાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતાં અધિકારીઓ ઉડાઉ જવાબ આપતાં હોવાનું જાણવા મળ્યું છે.અગાઉ પણ મહિનાઓ સુધી કેનેરા બેન્કનું એટીએમ કેશ વિના તેમજ બગડેલું રહેતા ગ્રાહકોએ અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરી ચાર્જ ચૂક્વવો પડ્યો છે . તે સમયે પણ જાગૃત ખાતેદારોએ આ અંગે કેનેરા બેંકના બેંકના અધિકારીઓને ફરિયાદ કરતા અધિકારીઓ દ્વારા એટીએમ આઉટસોર્સિંગ કરેલું હોવાનું જણાવી પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા હતા.

આમ ફરી એકવાર દહેગામ કેનેરા બેન્કનું એટીએમ બગડી જતાં અચોક્કસ મુદત માટે બંધ થઈ જવા પામ્યું છે અને તે ક્યારે ચાલુ થશે તે બાબતે બેંકના જવાબદાર અધિકારીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શકતા ન હોવાની ફરિયાદ પણ ખાતેદારોમાં ઉઠવા પામી છે.એક તરફ સરકારે અન્ય બેંકોના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે તેવામાં દહેગામ કેનેરા બેન્ક નું એટીએમ વારંવાર બંધ રહેતા બેંકના ગ્રાહકો એ નાછૂટકે અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરવો પડે છે.રોજના કેનેરા બેંકના અનેક ખાતેદારો અન્ય બેંકોનાં એટીએમમાંથી પૈસા ઉપાડી હજારો રૂપિયા જેટલો ચાર્જ ચૂકવી રહ્યા છે. ત્યારે દહેગામ કેનેરા બેંકના અધિકારીઓ માત્ર તમાશો જોતા હોય તેવો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...