વિજય સરઘસ:દહેગામ કોંગ્રેસમા આંતરિક રોષ વચ્ચે ભાજપની સતત બીજી ટર્મમાં જીત થઈ

દહેગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બલરાજસિંહ ચૌહાણ પુન: વિજેતા થતા શહેરમાં વિજય સરઘસ કાઢ્યું

દહેગામ વિધાનસભાની પ્રતિષ્ઠા ભરી બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્યને 75,133 મત મળતા તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના વખતસિંહ ચૌહાણને16,153 મતોથી પરાજિત કર્યા હતા. વખતસિંહ ચૌહાણને 58,960 મતો મળ્યા હતા અને આમ આદમી પાર્ટીના સુહાગ પંચાલને 12,394 મત મળતા તેમને પણ 62,739 મતોથી હરાવતાં દહેગામ શહેર અને તાલુકાના ભાજપના કાર્યકરોમાં આનંદનું મોજુ ફેલાયુ હતુ. ગાંધીનગર ખાતેના મત ગણતરી કેન્દ્ર ખાતેથી પરત ફર્યા બાદ બલરાજસિંહ ચૌહાણનું ભવ્ય વિજય સરઘસ દહેગામ શહેરમાં કાઢવામાં આવ્યુ હતુ.

દહેગામ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ ચૌહાણ અને આમ આદમી પાર્ટીના સુહાગ પંચાલ કરતા વધુ મતોથી મત ગણતરીના પ્રથમ રાઉન્ડથીજ ભાજપના બલરાજસિંહ ચૌહાણ સતત આગળ હોવાના મળતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળતો હતો. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોમાં નિરાશા છવાઇ હતી. દસ રાઉન્ડ સુધી બલરાજસિંહ સતત આગળ રહેતા કોંગ્રેસને બહિયલ તરફના પટ્ટાના રાઉન્ડમાં કોંગ્રેસના વખતસિંહ ચૌહાણ આગળ વધશે, તેવી આશા હતુ પરંતુ તે આશા પણ ઠગારી નિવડી હતી.દમત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણને 16,153 મતોથી વિજેતા જાહેર કરતા ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા.

મતગણતરીના રાઉન્ડ જેમ જેમ વધી રહ્યા હતા. તેમાં બલરાજસિંહ લીડ કરી રહ્યાના સમાચારને પગલે તાલુકાના જુદા જુદા ગામોમાંથી ભાજપના કાર્યકરો પોતાના વાહનોમાં ભાજપના ખેસ,ધજા,ટોપી પહેરી નહેરૂ ચોકડી નજીક બાલમુકુંદ કોમ્પ્લેક્સ ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે આવતાં કાર્યાલય આગળ કાર્યકરોનું કિડીયારૂ ઉભરાયુ હતુ. ઢોલત્રાંસાના તાલે ફટાકડા ફોડી,મિઠાઇ વહેચી જીતનો જશ્ન મનાવતા જોવા મળ્યા હતા. દહેગામ વિધાનસભાની બેઠક કોંગ્રેસ પુનઃ પ્રાપ્ત કરે તે માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યુ હતુ. તાલુકાના અગ્રણીઓ વચ્ચેનું આંતરિક મન દુ:ખ પણ વખતસિંહની હારનું કારણ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...