તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બહિયલ નજીક કારની ટક્કરે બાઈકસવારનું મોત, 1ને ઇજા

દહેગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
દહેગામ તાલુકાના બહિયલ કનીપુર રોડ પર કારની ટક્કરે એક બાઈક સવારનું મોત નીપજ્યું હતું. - Divya Bhaskar
દહેગામ તાલુકાના બહિયલ કનીપુર રોડ પર કારની ટક્કરે એક બાઈક સવારનું મોત નીપજ્યું હતું.
 • બહિયલ પોલીસમાં કારચાલક સામે ગુનો દાખલ થયો

દહેગામ તાલુકાના બહિયલ કનીપુર રોડ પર સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઇકની પાછળ બેસેલા વ્યક્તિને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચલાવી રહેલા વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી આ અકસ્માત અંગે બહિયલ આઉટ પોસ્ટ પોલીસ કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કનીપુર ગામે રહેતા શંકરજી ગેલાજી વાઘેલા (ઉ.વ. 45) તેમજ કાંતિજી શકરાજી ઠાકોર (ઉ.વ.42) બાઈક લઈ બહિયલ તરફ આવી રહ્યા હતા તે સમયે શિવદર્શન ફાર્મ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તે માર્ગ પરથી આવી રહેલી સ્વીફ્ટ કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક ની પાછળ બેસેલા કાંતિજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચલાવી રહેલા શંકરજીને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ત્યારબાદ 108ના સ્ટાફે ગંભીર રીતે ઘવાયેલા શંકરજીને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા અકસ્માત અંગે પોલીસને જાણ બહિયલ આઉટ પોસ્ટ પોલીસને થતાં પોલીસે લાશનો કબજો લઈ PM અર્થે દહેગામના સરકારી દવાખાને લાવ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો