તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દહેગામમાં ST ડેપો નજીક ડમ્પરની ટક્કરથી બાઈક ચાલક યુવાનનું મોત

દહેગામ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
દહેગામમાં પર ટ્રકની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત નિપજયું હતું.બનાવની જાણ થતા લોકો એકત્ર થઈ ગયા હતા. - Divya Bhaskar
દહેગામમાં પર ટ્રકની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત નિપજયું હતું.બનાવની જાણ થતા લોકો એકત્ર થઈ ગયા હતા.
 • ગોમતી કોમ્પલેક્સ નજીક બનેલી ઘટનાથી લોકોમાં ભારે અરેરાટી

દહેગામ શહેરના ટ્રાફિકથી ધમધમતા એસટી ડેપો સામેના ગોમતી કોમ્પ્લેક્સ નજીકથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને ડમ્પર ચાલકે ટક્કર મારતા યુવાનનું માથું ડમ્પરના ટાયર નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી નાસી છૂટતાં દહેગામ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના લવાડ ગામે રહેતો રેવાભાઈ હગરામભાઈ ભરવાડ (ઉ.વ.25) તેનું બાઇક લઇને લવાડથી દહેગામ ઘરની ચીજવસ્તુઓ ખરીદવા આવી રહ્યો હતો.

રેવાભાઈ ગોમતી કોમ્પલેક્સ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તે માર્ગ પરથી પસાર થતા જી.જે.09-એ.યુ.4319 નંબરના ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારતા રેવાભાઈના બાઈકને ટક્કર મારી હતી જેના કારણે તેનું માથું ટાયર નીચે આવી જતા માથાના ફુરચે ફુરચા ઊડી જતાં ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.આ અકસ્માત બાદ ડમ્પર ટ્રકનો ચાલક તેનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો.

અકસ્માત અંગેની જાણ દહેગામ પોલીસને થતા પીએસઆઈ ડી.ડી. રાઠોડ તથા સ્ટાફના અળખાભાઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે દહેગામના સરકારી દવાખાને લાવ્યા હતા. અકસ્માત અંગે પોલીસે ડમ્પર ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવથી શહેરમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો