આવેદનપત્ર:દહેગામના ગ્રામીણ વિસ્તારોમાં ઉડતા શંકાસ્પદ ડ્રોનની તપાસ કરવા આવેદન

દહેગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલુન્દ્રા, બહિયલ, હરખજીના મુવાડા, દેવકરણના મુવાડા, કનીપુર માં ડ્રોન દેખાયું હતું
  • ગ્રામજનોમાં કુતુહુલ સાથે દહેશતનો માહોલ જોવા મળ્યો, દહેગામ મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર અપાયું

દહેગામ તાલુકાના પાલુન્દ્રા, બહિયલ, હરખજીના મુવાડા, દેવકરણના મુવાડા, કનીપુર જેવા ગામમાં સોમવારના રોજ મોડીરાત્રે અચાનક ત્રણથી વધુ શંકાસ્પદ ડ્રોન આવી ચઢતા ગ્રામજનોમાં કુતુહુલ સાથે દહેશતનો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામીણ વિસ્તારમાં રાત્રિના સમયે શંકાસ્પદ ડ્રોનની માહિતી મેળવી ગ્રામીણ વિસ્તારના લોકોની ચિંતા દૂર કરવા દહેગામ મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું છે. દહેગામ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં સોમવારે રાત્રિના સમયે રંગબેરંગી લાઈટોવાળા ત્રણથી વધુ શંકાસ્પદ ડ્રોનના આંટાફેરાથી ગ્રામીણ વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જેથી બુધવારે જુદા જુદા ગામના ગ્રામજનોએ ભેગા થઈ શંકાસ્પદ ડ્રોન અંગે તપાસ કરાવી ગ્રામજનોને તેની સાચી માહિતી પૂરી પાડી તેમનો ભય દૂર થાય તેવા પ્રયત્નો કરવા અંગે દહેગામના મામલતદાર અને પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...