તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં નારાજગી:કોરોનાકાળમાં સાંસદ દહેગામ શહેર-તાલુકામાં ન દેખાતાં રોષ

દહેગામ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ-સ્થાનિક સંગઠન નિષ્ફળ હોવાની બુમો
 • કપરા કાળમાં દહેગામની પ્રજાની દરકાર ન લેતા અમદાવાદ પૂર્વના સાંસદ સામે લોકોમાં લોકોએ નારાજગી વ્યક્ત કરી

દહેગામ શહેર અને તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 15 દિવસમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવતા અસંખ્ય પરિવારજનોએ તેમના ઘરના મોભી પણ ગુમાવ્યા છે. આવા કપરા કાળમાં દહેગામની તમામ કોવિડ માન્યતા વાળી હોસ્પિટલોમાં જગ્યા નથી તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે વલખા મારવા પડી રહ્યા છે. પડતા પર પાટું હોય તેમ અસંખ્ય સંક્રમિતોને ઓક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શન પણ મળતા નથી આવા સમયમાં પ્રજાના ખોબલેને ખોબલે મતથી ચૂંટાઈ આવેલા અમદાવાદ પૂર્વના સાંસદ કોરોનાકાળમાં એકપણ વખત દહેગામ તાલુકાના પ્રજાની સુખાકારી માટે ન દેખાતા અસંખ્ય પ્રજાજનો સાંસદ પર ગુસ્સે ભરાયા છે.

દહેગામ તાલુકો અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ છે. સાંસદ તરીકે ચૂંટાયા બાદ સાંસદ હસમુખભાઈ પટેલ એકાએક જાણે ગુમ થઈ ગયા છે. કેટલાક લોકોએ તેમના સંક્રમિત પરિવારજનો માટે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શન માટે સંપર્ક કરતા તેમના થકી આરોગ્ય લક્ષી કામ નહીં થતું હોવાની પણ લોકોમાં બુમો ઊઠી છે. સાંસદ બહાર ન આવે પરંતુ તેમની ટીમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાના સંપર્કમાં રહી સુવિધા પૂરી પાડે તે જરૂરી છે.

અગાઉ સ્થાનિક ધારાસભ્ય દ્વારા શહેરમાં 100 બેડની હોસ્પિટલ શરૂ કરવાનું જણાવતાં કેટલીક સંસ્થાઓ અને બિલ્ડરોએ તેમની જગ્યા આપવાની પણ તૈયારી કરી હતી પરંતુ યોગ્ય સંકલનના અભાવે આજદિન સુધી તે કાર્ય પૂર્ણ થઇ શકયું નથી. ત્યારે આરોગ્યલક્ષી સેવા કે કોરોનાનાકાળ દરમિયાન એકેય કામ ન કરનારા સાંસદ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો