રજૂઆત:કાશ્મીરમાં થતી હિન્દુઓની હત્યાના વિરોધમાં આવેદન અપાયું

દહેગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં થતી હિન્દુઓની હત્યાના વિરોધમાં આવેદન અપાયું હતું. - Divya Bhaskar
કાશ્મીરમાં થતી હિન્દુઓની હત્યાના વિરોધમાં આવેદન અપાયું હતું.
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દહેગામ મામલતદારને રજૂઆત

કાશ્મીરમાં હિંદુઓનું ટાર્ગેટ કિલિંગ થતાં દહેગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે દહેગામના મામલતદારને આવેદનપત્ર આપી ઈસ્લામિક આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધ જાહેર કરી જેહાદીઓને ફાંસી આપવા અને જેહાદી પેદા કરતાં મદરેસાઓને તાળાબંધી કરવાની માંગ કરી હતી.

કાશ્મીરમાં હિંદુઓનું ટાર્ગેટ કિલિંગ કરી જેહાદીઓ દ્વારા હિન્દુઓની કરાતી હત્યા તેમજ કાશ્મીરી પંડિતો અને હિન્દુઓના નામ પૂછીને હત્યા કરવાના બનાવો બનતા દહેગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ જાહેર કરી બાર જેટલા મુસ્લિમ દેશો વચ્ચે રહેલા ઇઝરાઈલની થીમ પર ઇસ્લામિક જેહાદીઓ વિરુદ્ધ યુદ્ધ કરવા, આતંકવાદીઓને પોષતા લોકોની સંપત્તિ જપ્ત કરી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી એક મહિનામાં ફાંસી આપવા જેવી માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...