અકસ્માત:સોલંકીપુરા પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત: એકનું મોત

દહેગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૌત્રીને શાળાએથી ઘરે જતા અકસ્માત નડયો: પૌત્રીનો આબાદ બચાવ

ગુરુવારે દહેગામ ચિલોડા રોડ પર સોલંકીપુરા નજીક બે બાઈકની ટક્કરથી સર્જાયેલા અકસ્માતમાં પૌત્રીને શાળાએથી ઘરે લઈ જતા નાંદોલના રહીશનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે પૌત્રીનો આબાદ બચાવ થયો હતો તેમ જ જેની સાથે ટક્કર થઈ હતી તે બાઈક સવારને પણ ગંભીર પહોંચી હતી.

દહેગામ ચિલોડા રોડ ઉપર સોલંકીપુરા પાટિયા પાસે બે બાઈક ધડાકાભેર સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત થયો હતો અચાનક સામસામે આવી ગયેલા બે બાઈકો વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે પૌત્રીને શાળાએથી લઈ ઘરે જવા નીકળેલા નાંંદોલનના 60 વર્ષીય ભીખાભાઈ રમણભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જોકે આ અકસ્માતમાં તેમની પૌત્રીનો આબાદ બચાવ થયો હતો તો બીજીતરફ જેની સાથે બાઈક અથડાયું હતું તેનો ચાલક ગંભીર રીતે ઘવાતા આ બનાવથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા જેના કારણે થોડો સમય ટ્રાફિક જામ પણ થયો હતો અકસ્માત અંગેની જાણ ઇમરજન્સી વાન 108 ને કરવામાં આવતા તાત્કાલિક ઇમરજન્સી વાન ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઈ જવાયો હતો આ બનાવ અંગે દહેગામ પોલીસ પણ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...