કાર્યકરોને જોડવાનો કાર્યક્રમ:ઝાકના સરપંચ સહિત 200 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

દહેગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાક ગામના સરપંચ સહિત આમ આદમી પાર્ટીમાં જોડાયા - Divya Bhaskar
ઝાક ગામના સરપંચ સહિત આમ આદમી પાર્ટીમાં જોડાયા
  • આપના નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં પક્ષમાં સામેલ થયા

દહેગામ શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં દહેગામમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ સર્જવામાં આવ્યો હતો. નિલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતે પાર્ટીમાં કાર્યકરોને જોડવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં દહેગામ તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઝાક ગામના સરપંચ સુહાગભાઈ પંચાલની આગેવાનીમાં આજે દહેગામ તાલુકાના જુદા જુદા ગામના પૂર્વ સરપંચ અને આગેવાનો સહિત 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા ઇસુદાન ગઢવીએ તમામને આવકાર્યા હતા.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સચિવ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે દહેગામમાં ઝાડુ ફરી વળે અને દહેગામમાંથી ભાજપ અને કોંગ્રેસની ગંદકી સાફ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આગામી મહિનામાં દરેક વ્યક્તિ સો-સો વ્યક્તિઓને જોડશે અને આમ આદમી પાર્ટી દહેગામ વિધાનસભાની સીટ જીતી અને શિક્ષણ, સ્વાસ્થ્યના અભાવને દૂર કરી અને ભ્રષ્ટાચારને નાથીને દહેગામની જનતાને એક સારું શાસન સમર્પિત કરનાર હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...