કાર્યવાહી:દેવકરણના મુવાડા ગામે ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર યુવાન ઝડપાયો

દહેગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી

દહેગામ પોલીસે બાતમીના આધારે તાલુકાના દેવકરણના મુવાડા ગામે રેડ કરી કરિયાણાની દુકાનમાં ચાઈનીઝ દોરી નું વેચાણ કરનાર શખ્સને રૂપિયા 14,400 ની કિંમતના ચાઇનીઝ દોરીના 144 રીલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામના પીઆઈ.બી.બી. ગોયલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઉમેદસંગ, અનિલસિંહ અને મિતેશકુમાર સહિતની ટીમ બારીયા બીટ વિસ્તારમાાં પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન અનિલસિંહને બાતમી મળી હતી કે દેવકરણના મુવાડા ગામે રીતુ પ્રોવિઝન કિરાણા સ્ટોર્સ ખાતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે આધરે પોલીસે બાતમી વાળી દુકાને પહોંચી તેમાં તપાસ કરતાં રૂપિયા 14,400 ની કિમતના ચાઇનીઝ દોરીના 144 રીલ મળી આવતા પ્રતિબંધિત દોરીનું વેચાણ કરનારા દુકાનદાર પંકજ ઉર્ફે કાભઈ નાથાભાઈ પ્રજાપતિને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

કલોલમાંથી દોરીના 185 ટેલર જપ્ત
કલોલ શહેર અને તાલુકા પંથકમાં ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્ર મોટા વેપારીઓને છાવરી રહી છે અને નાના છુટા ફેરિયાઓને પકડી ચાઈની દોરીને વેપાર કરવા માટે સંકંજામાં લઈ રહી છે. સોમવારે પોલીસે સાંતેજ,બાલવા, કલોલ રેલવે પૂર્વ સહિતના વિસ્તારમાં પાંચ સ્થળેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કુલ 185 ટેલર પકડી પાડ્યા હતા. તેની કિંમત રૂપિયા 32,515 થાય છે. ચાઈનીઝ દોરી વેચનારા આ તત્વો સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ચાઈનીઝ દોરી વેચતા મોટા વેપારીઓને પોલીસ છાવરી રહી હોવાના આક્ષેપો થયા છે. આ અંગેની વિગતો એવી છે કે કલોલ તાલુકાના છત્રાલ ગામમાં ડેરી સામે પતંગની દુકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે ચાઈનીઝ દોરી નું વેચાણ કરતાં જીતેન્દ્ર ઘનશ્યામભાઈ ચૌધરીને પ્રતિબંધિત દોરીના 3 ટ્રેલર સાથે ઝડપી લઇ રૂપિયા 300 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ ઉપરાંત તાલુકાના બાલવા ગામમાં સધી પાન પાર્લર ચલાવતા કમલેશ શીવાભાઈ રાવળ ને પોલીસે રૂપિયા 1215 ની કિંમતના ચાઈનીઝ દોરીના 9 ટેલર સાથે ઝડપી લીધો હતો. તેમજ કલોલ શહેરના રેલવે પૂર્વ વિસ્તારમાં સુભાષ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 16 માં રહેતો મેહુલ બળદેવભાઈ કાપડિયાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 51 ટેલર સાથે ઝડપી લઇ રૂપિયા 9,850 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...