અકસ્માત:દહેગામમાં યુવાનનું ટ્રકની ટક્કરે મોત

દહેગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો

દહેગામમાં અમદાવાદ-મોડાસા રોડ પર સુવિધા પથ નજીક આઇશરની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલાં યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈએ આઇસર ચાલક વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અમદાવાદ મોડાસા રોડ પર સુવિધા પથ પર સામે ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે આ અકસ્માત થયું હતો. દહેગામના સહજાનંદ કોમ્પલેક્ષ ખાતે રહેતો ભાવિક ઉર્ફે ચિન્ટુ શશીકાંતભાઈ પટેલ (30 વર્ષ) નામનો યુવક સુવિધાપથ તરફથી આવી સામેની તરફ રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ સમયે આઈશરની ટક્કરથી તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ઘટનાને પગલે ટોળાં એકઠા થઇ ગયા હતાં અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.

બનાવની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના ભાઈએ આઇસરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...