ગુજરાતની રૂપાણી સરકારના પાચ વર્ષની કામગીરી ની ઉજવણી ટાણે પરઢોલ સીટની મહિલા સદસ્યએ સ્વખર્ચે રોડ પર ખાડા પુરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વાહન ચાલકોને રાહત કરી આપી છે.
અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ચોમાસા બાદ રોડ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાશે પરંતુ ત્યાં સુધી નાગરિકોને વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે દસકોઈ તાલુકાના પરઢોલ ગામના મહિલા તાલુકા સદસ્ય રંજનબેન રોહિતજી બારૈયાએ 17 હજાર રૂપિયાના સ્વખર્ચે પરઢોલથી કઠવાડા વચ્ચેના માર્ગ પર પડેલા ખાડામાં ગ્રીટ કપચી પુરી ખાડા પુરાતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોને રાહત અનુભવી છે. આ રોડ પર પડી ગયેલા ખાડાના કારણે કેટલાંક સમયથી રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી તેને ધ્યાનમાં લઈ સરકારી સહાયની રાહ જોયા વિના આ મહિલા સભ્યે તેમની અંગત રકમમાંથી આ કામગીરી કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.