જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા:દહેગામના નાંદોલ અને સલકીમાં રાષ્ટ્રીય સેવા યોજનાની ત્રિ-દિવસીય શિબિર યોજાઇ

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિબિરમાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા, જૈવિક ખેતી, પર્યાવરણ બચાવો સહિતના જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા

દહેગામ કોલેજ દ્વારા નાંદોલ અને સલકી ગામે યોજાયેલી ત્રિદિવસીય શિબિર અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સવિશેષ કોરોના રસી સર્વેકરણ, ગૌ-આધારિત જૈવિક ખેતી, પર્યાવરણ બચાવો તેમજ રાઇટ ટુ એજ્યુકેશન ફિટ ઇન્ડિયા જેવા વિવિધ વિષયો પર અને સામાજીક જનજાગૃતિ તદુપરાંત વ્યસનમુક્તિ વગેરે બાબતો ઉપર નાટક ભજવવામાં આવ્યા હતા . શિબિરમાં 60 જેટલા વિદ્યાર્થીઓએ જોડાઈને પ્રભાતફેરી ,યોગ પ્રાર્થના ,સમુહ ભોજન તેમજ વિવિધ રમત ગમતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ઉપરાંત જનજાગૃતિ નુકકડ પણ યોજવામાં આવ્યા હતા. શિબિરમાં ગુજરાત યુનિવર્સિટી કો-ઓર્ડીનેટર નટુભાઇ વર્માએ શુભેચ્છા મૂલાકાત લઇ શિબિરાર્થીઓને યોગ્ય સલાહ સુચન અને યોગ્ય માર્ગદર્શન આપી સામાજિક સેવા કરવા માટે આગળ આવવા સૂચન કર્યુ હતું.યુવાનોને તણાવમુક્ત જીવન જીવવા અંગે સૂચનો કર્યા હતા.

આ બંને શિબિરના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ડો.કે.પી.પટેલે સંચાલન કર્યું હતું.નાંદોલ ખાતે શિબિરનું ઉદઘાટન સમારોહમાં નાંદોલ સહકારી મંડળીના હોદ્દેદારો તેમજ સરપંચ અને દહેગામ કોલેજના કોલેજના પ્રિન્સિપાલ ડો.હિતેશ ભટ્ટ તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહી ને શિબિરને ખુલ્લી મુકી હત સલકીગામે શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં ગામના સરપંચ તેમજ તલાટી,શાળા પરિવારનાં સભ્યોની ઉપસ્થિત રહી શિબિરને ખુલ્લી મુકાઈ હતી. શિબિરની શુભેચ્છા મુલાકાતે કોલેજ પરિવાર પણ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...