તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બબલપુરા ગામ નજીક ટ્રકમાંથી 5.17 લાખનો અખાદ્ય ગોળનો જથ્થો પકડાયો

દહેગામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસે અખાદ્ય ગોળ ભરીને જતી ટ્રકને ઝડપી હતી. - Divya Bhaskar
પોલીસે અખાદ્ય ગોળ ભરીને જતી ટ્રકને ઝડપી હતી.
 • રખિયાલ પોલીસે ઝડપેલા ગોળના નમૂના તપાસ માટે FSLમાં મોકલી આપ્યા

દહેગામ તાલુકાની રખિયાલ પોલીસે વાહનચેકિંગ દરમિયાન બબલપુરા પાસેથી રાજસ્થાન પાર્સિંગની ટ્રકને રોકી તેમાં તપાસ કરતા 5,17,675ના 1465 નંગ બોક્સમાંથી દહેગામ માર્કેટયાર્ડના એક વેપારીને ત્યાં લઈ જવાતા અખાદ્ય ગોળના જથ્થાને ઝડપી લઇ એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.રખિયાલના પીએસઆઈ એ.જે.શાહ,એએસઆઈ વિષ્ણુભાઈ, હેડ કોન્સ્ટેબલ બાબુસિંહ, પો.કો.સચિનકુમાર તેમજ અનુરાગભાઇ સહિતના સ્ટાફ સાથે દહેગામ રખિયાલ રોડ પર બબલપુરા પાટિયા પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન ટ્રક દહેગામ તરફ જતી હતી.જેને પોલીસે રોકી તેમાં તપાસ કરતાં વિવિધ બોક્સમાં ભરેલો અખાદ્ય ગોળનો જથ્થો જણાઈ આવ્યો હતો.

ત્યારબાદ પોલીસે ટ્રકના ચાલક શૌકિન રમજાનખાન તેમજ તેની બાજુમાં બેસેલા સમુન રમજાનખાન બંને (રહે-સહસન ગામ રાજસ્થાન) પાસે અખાદ્ય ગોળની હેરાફેરી માટે પાસ પરમીટ માંગતા તેમણે નહીં હોવાનું જણાવ્યું હતુ.આ જથ્થો દહેગામના જવાહર માર્કેટયાર્ડમાં શ્રી વિહત ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવતા જગદીશભાઈ શંકરલાલ ઠક્કર (રહે-અર્બુદા સોસાયટી,દહેગામ)ને ત્યાં ઉતારવાનો હતો. પોલીસે અખાદ્ય ગોળ ભરેલી ટ્રક રખિયાલ પોલીસ મથકમાં લઇ ગયા બાદ ગોળની ચકાસણી માટે એફએસએલ અધિકારીની મદદ લીધી હતી રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગોળ મુકવાની જગ્યાન હોવાથી 404 નંગ બોક્સ પોલીસ મથકમાં મૂકી બાકી રહેલા ગોળનો જથ્થો દહેગામ માર્કેટ યાર્ડ ખાતે ખાતે શ્રી વિહત ટ્રેડિંગમાં મૂકી મુખ્ય દરવાજાને તાળુ મારી રખિયાલ પોલીસ સ્ટેશનના માર્ક સાથે સીલ કર્યું હતુ.

પોલીસે ગોળ ના જથ્થા ઉપરાંત રૂપિયા 8 લાખની ટ્રક પણ કબજે કરી આ અંગેની વધુ તપાસ એએસઆઈ વિષ્ણુભાઈ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.રખિયાલ પોલીસે જે વેપારીને ત્યાં અખાદ્ય ગોળ ભરીને લઈ જતી ટ્રકને ઝડપી હતી તે વેપારી જગદીશભાઈ શંકરલાલ ઠક્કરનીજ વ્રજ ટ્રેડર્સમાં ટ્રક દ્વારા ઉતારાતો 4,98,800નો 460 કટ્ટા અખાદ્ય ગોળનો જથ્થો દહેગામ પોલીસે સપ્ટેમ્બરમાં જ ઝડપ્યો હતો.અને ફરી આવો જથ્થો જપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો