તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:દહેગામના સામેત્રી ગામ નજીકથી દેશી દારૂનો જથ્થાે ઝડપાયો

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીક્ષામાં લઇ જવાતા દારૂ સાથે 1 શખ્સ ઝબ્બે

તાલુકાની રખિયાલ પોલીસે સામેત્રી ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલી સીએનજી રીક્ષામાં પૂંઠાના ખોખામાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને લઇ જવાતા 96 લિટર દેશી દારૂના જથ્થા સાથે રીક્ષાચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રખિયાલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બાબુસિંહ, મહેશકુમાર ,પો.કો.અનુરાગભાઇ સહિતના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.

તે સમયે બાતમીના આધારે સીએનજી રીક્ષા દેશી દારૂ ભરી ભાદરોડા તરફથી દહેગામ તરફ જઈ રહી છે, જેના આધારે પોલીસે સામેત્રી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી તપાસ કરતાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરી પુઠાના ખોખાઓમાં ભરેલો રૂપિયા 1920ની કિંમતનો 96 લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે રીક્ષાચાલક જયંતિલાલ ડાહ્યાલાલ સોલંકી(રહે-સ્પિન પિકસરની ચાલી સરસપુર અમદાવાદ)ને રીક્ષા સહિત કુલ રૂપિયા 36,920 મુદ્દામાલ જપ્તા કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...