કાર્યવાહી:કડાદરામાં ટાંકીમાંથી દારૂની 206 બોટલનો જથ્થો જપ્ત

દહેગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પહોંચે તે પહેલા આરોપી ફરાર

દહેગામ પોલીસે તાલુકાના કડાદરા ગામે રહેતા એક બુટલેગરના ઘરે બાતમીના આધારે રેડ કરી તેના ઘરના વરંડાની જમીનમાં પાણી ભરવાના પ્લાસ્ટિકના ટાંકામાં રખાયેલા રૂપિયા 49,480નીકિંમતની 206 નંગ ઇંગલિશ દારૂની બોટલોનો જથ્થો ઝડપી બુટલેગરને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન.એન. તળાવીયા સ્ટાફના નિકુલકુમાર, ગણપતજી, સોહિલસિંહ, ગુંજનભાઈ, શૈલેષકુમાર તેમજ વિરલકુમારની ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન મળેલી બાતમીના આધારે કડાદરા ગામના માઢવાસમાં રહેતા ધવલસિંહ નાગજીસિંહ બિહોલાના રહેણાંક મકાનમાં રેડ કરી હતી. જ્યાં મકાનના વરંડામાં જમીનમાં રાખેલા પાણી ભરવાના પ્લાસ્ટિકના ટાંકામાં છુપાવી રાખેલી રૂપિયા 49,480ની કિંમતની 206 નંગ ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રેડ દરમિયાન નહીં મળી આવેલા ધવલસિંહ બિહોલા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...