તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દહેગામથી 138 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

દહેગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દહેગામ 138 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો. - Divya Bhaskar
દહેગામ 138 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો.
  • પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી

પર્યાવરણની જાળવણીના ભાગ રૂપે દહેગામ નગરપાલિકાની ટીમ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નક્કી કરાયેલ 50 માઇક્રોનથી ઓછી ગુણવત્તાવાળા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને ઝડપી લેવા શનિવારે શહેરના વારાહી માતાના મંદિર રોડ તેમજ શાકમાર્કેટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પાંચ વેપારીઓને ત્યાંથી 138 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.

દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર આર.જે. હુદડ, ઓએસ નરેશભાઈ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર દિપકભાઈ પટેલ, જીગ્નેશભાઈ અમીન,રોહિતભાઈ પટેલ તેમજ સ્ટાફ દ્વારા શહેરના વારાહી માતાના મંદિર રોડ અને શાક માર્કેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેનું ચેકિંગ હાથ ધરાયું હતું તે દરમિયાન પાંચ વેપારીઓને ત્યાંથી 138 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા નગર પાલિકાની ટીમે તે જથ્થાને કબજે કરી રિસાયક્લિંગ માટે મોકલી આપવામાં આવનાર હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...