ગાંધીનગર જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસે કોઈ કારણોસર કોકડું ગુંચવાયું હોવાથી હોવાથી હજુ સુધી ઉમેદવારની પસંદગીના પત્તા ખોલ્યા નથી તેવામાં દહેગામ શહેરની મહાસુખ નાથજીભાઈની વાડી ખાતે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડના સમર્થનમાં તેમના સમર્થકો ભેગા થયા હતા અને આડકતરી રીતે લોબીંગ કરી કોંગ્રેસ કામિનીબાને ટિકિટ આપે તે માટે રજૂઆત કરવા ચર્ચા વિચારણા કરી હતી.
દહેગામ વિધાનસભાની બેઠક એ પ્રવાહી બેઠક રહી છે કોઈ સમય કોંગ્રેસ તો કોઈ સમય ભાજપ પાસે હોય છે તેવામાં ભાજપે આ વખતે વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કર્યા છે.જ્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી કરાઈ નથી પરંતુ આ બેઠક પર કોંગ્રેસના ચારેક જેટલા દાવેદારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે તેવામાં પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડના સમર્થકોએ લોબીંગ કરી શહેરની મહાસુખલાલ નાથજીભાઈની વાડી ખાતે ભેગા થયા હતા અને કામિનીબાને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી પ્રબળ માંગણી કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરી હોવાનું જણાવ્યું હતું હોવાનું જણાવ્યું હતું. હવે જોવાનું હોય છે કે મોવડી મંડળ પસંદગીનો કળશ કોના પર ઢોળે છે કદાચ કામિની બાને ટિકિટ નહીં અપાય તો ચૂંટણી ટાણે કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.