મુલાકાત:દહેગામની ઈન્ટરનેશનલ સ્કૂલની જાપાનીઝ ડેલિગેશને મુલાકાત લીધી

દહેગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સ્કૂલ સાથે જોડાણ કરવાની તૈયારી દર્શાવી

સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જાપાનના ડેલીગેશનના પ્રતિનિધિ મંડળે દહેગામ ઇન્ટરનેશનલ સ્કુલની મુલાકાત લીધી હતી. તેમાં શાળાઓમાં કરવામાં આવતી શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની માહિતી લીધી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી વસ્તુઓ નિહાળી હતી. જિલ્લાના દહેગામમાં આવેલી દહેગામ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે જાપાનીઝ ડેલીગેશન હ્યોગોએ મુલાકાત લીઘી હતી.

જાપાનથી પધારેલ મહેમાન પ્રીફેક્ચ્યુરલ એસેમ્બલી મેમ્બર એન્ડ વાઈસ ચેર પર્સન ઓફ ધ જાપાન ઇન્ડિયા ફ્રેન્ડશીપ એસોસિએશન ઇન હ્યુગો પ્રીફેક્ચ્યુરલ એસેમ્બલી હિરોનોરી કોઇકે, નોરીયુકી ઈશીકાવા, પ્રીફેક્ચ્યુરલ એસેમ્બલી મેમ્બર એન્ડ વાઈસ ચેર પર્સન ઓફ ધ જાપાન ઇન્ડિયા ફ્રેન્ડશીપ એસોસિએશન ઇન હ્યુગો પ્રીફેક્ચ્યુરલ એસેમ્બલી નોરીયુકી ઈશીકાવા, ઓફ્થાલ્મોલોજીસ્ટ, કોબે ડૉ.યોકો માત્સુઓ, ચીફ કોન્સુલ, કોસ્યુલેટ જનરલ ઓફ જાપાન ઈન મુંબઈ તોશીહીરો કનેકો, તેમજ કોન્સુલ, કોસ્યુલેટ જનરલ ઓફ જાપાન ઇન મુંબઈ નોરીતાકા તૌચી સાથે હતા.

ત્યારબાદ ડેલિગેશનના સભ્યો સ્કૂલના વર્ગખંડ, અભ્યાસક્રમો અભ્યાસની પદ્ધતિથી વાકેફ થયા હતા તેમજ જાપાનીઝ અને ભારતીય સાંસ્કૃતિક વારસાનો સમન્વય દર્શાવતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગણેશ વંદના, ફ્યુઝન ડાન્સ, ઇન્ડો-જાપાન ગીત, પઝલ ડાન્સ અને ગરબાની જેવા વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો રજુ કર્યા હતા.

આ સાથે વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણી માટે વેસ્ટમાંથી ઉપયોગી વિવિધ વસ્તુઓ ચિત્રકલા સહિતનું પ્રદર્શન પણ જાપાનના ડેલીગેશનને નિહાળ્યું હતું. દહેગામ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લઈ જાપાનીઝ ડેલીગેશન દ્વારા દહેગામ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે સમન્વય કરવાની ઈચ્છા પણ દર્શાવાઈ હતી. સ્કૂલના ડાયરેક્ટર સોના અમીન, પ્રિન્સિપાલ મીતા મહેતા સહિત દહેગામ તાલુકા એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી મંડળે સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...