તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દહેગામમાં વિકાસ કાર્યો અર્થે વિપક્ષના 1 સહિત 5 સભ્યોની કંટ્રોલ કમિટી બનાવાઈ

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દહેગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ. - Divya Bhaskar
દહેગામ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ.
  • તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી
  • સામાન્ય સભામાં તલાટીઓ અરજદારોને દાખલા નહીં આપતા હોવાનો સૂર ભાજપ-કોંગ્રેસ બંનેએ વ્યક્ત કર્યો

દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા મંગળવારે તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ તાલુકા વિકાસ અધિકારી રૂબીસિંગ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. દહેગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ નેહાબેન પટેલ અને સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની હાજરીમાં મળી હતી.

સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિએ કરેલા ઠરાવોની બહાલી મેળવ્યા બાદ પાંચ સભ્યોની વિકાસ કાર્યો માટે કંટ્રોલ કમિટી બનાવાઈ હતી. વિપક્ષના સભ્યો દ્વારા કમિટીમાં તેમના બે સભ્યો લેવા માટે રજૂઆત કરાતાં ધારાસભ્ય દ્વારા એક સભ્યને લેવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.

સભામાં રોડ રસ્તા કે અન્ય બાંધકામમાં સમયસર ગુણવત્તાયુક્ત કામ ન કરે તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લઇને બ્લેકલીસ્ટ કરી ચૂકવણું અટકાવવાનું નક્કી કરાયું હતું. કોંગ્રેસના સદસ્ય ભરતસિંહે તલાટીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારના અરજદારોને દાખલા નહીં કાઢી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

શાસક પક્ષના સદસ્ય અશોક પટેલે સૂર પુરાવી તલાટીઓને કડક સૂચના આપવાની રજૂઆત કરી હતી. કડજોદરા બેઠકના કોંગ્રેસના સદસ્ય ફકીરસિંહ ઝાલાએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે આવેલી અરજી, બનેલા આવાસ, માસમાં શૌચાલયના કેટલા કામો કર્યા અને કેટલું ચૂકવણું કરાયું તે સહિતની વિગતો માંગી હતી. જેને પગલે તાલુકા વિકાસ અધિકારી શાખા અધિકારીઓને બે દિવસમાં જવાબ પાઠવવા જણાવ્યું હતું.

વિપક્ષ નેતાના નામની જાહેરાત કરાઇ
પ્રવાહમાં આમંત્રિત સભ્ય તરીકે એડવોકેટ ચંદ્રેશ પટેલ અને તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા કેતન પટેલનાં નામની જાહેરાત કરાઈ હતી. જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તાલુકા પંચાયતને પાઠવેલા પત્ર સંદર્ભ-1માં વિપક્ષના નેતા તરીકે શિલ્પાબેન રમેશભાઈ પટેલ, ઉપનેતા તરીકે ફકીરસિંહ ઝાલા અને દંડક તરીકે ભરતસિંહ વાઘેલાનાં નામની જાહેરાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...