તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:જીંડવા ગામમાં ઓરડીની દીવાલ પડતાં બાળકનું દબાઇ જતાં મોત

દહેગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દહેગામ તાલુકામાં ગુરુવારે રાત્રે આવેલા વાવાઝોડાના કારણે
  • દિવસભર મજૂરી કરી પરિવાર રાત્રે આરામ કરી રહ્યો હતો તે દરમિયાન જ બનેલી ઘટનાથી ભારે અરેરાટી

દહેગામ તાલુકામા ગત મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે જીંડવા ગામની સીમમાં આવેલા બોર કુવા ઉપર શ્રમજીવી પરિવાર રાત્રે ઓરડીમાં સુતો હતો, તે દરમિયાન ભારે પવનથી ઓરડીની દિવાલ ધરાશાયી થઇ હતી. જેમાં 4 વર્ષીય બાળકનું દબાઇ જવાથી મોત થયુ હતુ.

દહેગામ તાલુકામાં સીમ વિસ્તારમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નતવાના રમેશભાઇ ચંદાના જીંડવા જગદીશભાઇના ખેતરમા મજુરી અર્થે આવ્યા છે. જ્યારે ખેતરમાં મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે.

મોડીરાત્રે રમેશભાઇ પત્ની સહિતાબેન 4 વર્ષીય દિકરા મહેશ ચંદાના તેમજ અન્ય પરિવારના સભ્ય સપનાબેન ચૌહાણ સાથે ઓરડીમાં સુઇ રહ્યા હતા, તે દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો બાદમા વરસાદ તુટી પડ્યો હતો. જેના કારણે ઓરડીની દિવાલ પડી ગઇ હતી. તે સમયે ઓરડીમાં સુઇ રહેલા લોકો દિવાલમાં દબાતા બહાર કઢાયા બાદ ગાંધીનગર સિવિલમાં લવાયા હતા. જેમાં 4 વર્ષિય દિકરા મહેશ ચંદાનાનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. જ્યારે અન્ય વ્યક્તિઓને ઇજાઓ થઇ હતી. આ બનાની જાણ રખિયાલ પોલીસમાં કરાતા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...