સહાય:વીજળી પડવાથી પશુ ગુમાવનારા અસરગ્રસ્તોને ચેક અર્પણ કરાયો

દહેગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાના જલુન્દ્રા અને સલકી ગામે વીજળી પડવાથી પશુધન ગુમાવનાર અસરગ્રસ્તોને ચેક અર્પણ કરાયો હતો. - Divya Bhaskar
નાના જલુન્દ્રા અને સલકી ગામે વીજળી પડવાથી પશુધન ગુમાવનાર અસરગ્રસ્તોને ચેક અર્પણ કરાયો હતો.
  • દહેગામ તા.ના નાના જલુન્દ્રા અને સલકી ગામે

દહેગામ તાલુકાનાં બિલમણા ગામની સીમમાં ગત ગુરુવારે વીજળી પડતાં 27 ઘેટા બકરાના મોત નિપજ્યા હતા. જ્યારે એક કિશોરી અને બે કિશોર સહિત ત્રણ જણાંને ઇજાઓ પહોંચી હતી.ઉપરાંત સલકી ગામે વીજળી પડવાના કારણે એક ભેંસનું મરણ થયું હતું હોવાથી અસરગ્રસ્ત પશુપાલકોને બુધવારે નાના જલુન્દ્રા અને સલકી ખાતે સહાયનાં ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

તાલુકાના બિલમણા ગામની સીમમાં બાવળનાં ઝાડ પર વીજળી પડતાં નાના જલુન્દ્રા ગામના સુરેશભાઈ ગુલાબભાઈ અને ભલાભાઇ પોપટભાઈની 26 બકરીઓ અને 1 ઘેટાનું મોત થયું હતું જ્યારે સલકીગામેં મનુસિંહ અમરસિંહ ઠાકોરની ભેંસ પર પણ વીજળી પડતાં મોત થવાથી સરકારી તંત્ર દ્વારા સર્વે સહિતની કાર્યવાહી બાદ બુધવારે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે નાયબ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, અગ્રણી કેતનભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય રઈજીભાઈ, ગામના સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં સુરેશભાઈને રૂ.36 હજાર ભલાભાઈને રૂ.45 હજાર, સલકીના મનુસિંહને 30 હજારનો સરકારી સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...