તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હત્યા અને લૂંટના ગુનામાં સામેલ 15 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

દહેગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ગુનામાં સામેલ અન્ય 10ને અગાઉ ઝડપી લેવાયા હતા
  • ઉમિયા માતાના મંદિરના ચોકીદારની હત્યા કરી માતાજીનું ચાંદીનું છત્ર તેમજ મૂર્તિની લૂંટનો બનાવ 2006માં બન્યો હતો

દહેગામ શહેરના અમદાવાદ રોડ પર આવેલા ઉમિયા માતાના મંદિરના ચોકીદારને માથામાં બોથડ પદાર્થ વડે ઈજા કરી તેનું મોત નીપજાવી માતાજીનું ચાંદીનું છત્ર તેમજ મૂર્તિની લૂંટ વિથ મર્ડરનો બનાવ 26 ફેબ્રુઆરી 2006માં બન્યો હતો, જે ગુનામાં સામેલ 10 આરોપીઓને જુદા જુદા સમયે ઝડપી લેવાયા હતા જ્યારે ઠારૂભાઈ ઉર્ફે બાબુભાઈ કાળાભાઈ ભટ્ટી નામનો આરોપી છેલ્લા 15 વર્ષથી નાસતો ફરતો હોવાથી પાટણ જિલ્લાની વારાહી પોલીસે તેને ઝડપી લઈ દહેગામ પોલીસને સોંપાયો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દહેગામ શહેરના અમદાવાદ રોડ પર આવેલા ઉમિયા માતાજીના મંદિર ખાતે તા.26 ફેબ્રુઆરી 2006માં મંદિરના ચોકીદાર બાબુભાઈ દેવશીભાઈ પટેલને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારી તેમનું મોત નીપજાવી મંદિરમાંથી માતાજીનું ચાંદીનું છત્ર તેમજ 600 ગ્રામ વજનની ચાંદીની મૂર્તિની લૂંટનો બનાવ બન્યો હતો જે બનાવ દહેગામ પોલીસ દફતરે નોંધાયો હતો.

આ ગુનામાં સામેલ 10 આરોપીઓ વર્ષ 2008,2011 અને વર્ષ 2019માં ઝડપી લેવાયા હતા જ્યારે આ ગુનામાં સામેલ ઠારૂભાઈ ઉર્ફે બાબુભાઈ કાળાભાઈ ભટ્ટી(સિંધી) (રહે-રાણીસર ગામ તા. સાંતલપુર જિ.પાટણ) વાળો નાસતો ફરતો હોવાથી વારાહી પોલીસે તેને ઝડપી લઈ દહેગામ પોલીસને સોપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...