કાર્યવાહી:દહેગામના બિલ્ડર અપહરણ કેસમાં 8 પૈકી 8 આરોપી ભૂગર્ભમાં

દહેગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફરાર આરોપીને પકડવા પોલીસે 2 ટીમ બનાવી

વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા બિલ્ડર ચિઠ્ઠી લખીને ઘરેથી ક્યાંક જતા રહ્યા છે. આથી આ મામલે બિલ્ડરની પત્નીએ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે બાકી રહેલા છ આરોપીઓને ઝડપી પાડવા માટે બે ટીમો બનાવી છે. બન્ને ટીમોને અલગ અલગ દિશામાં તપાસ સોંપવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. દહેગામ શહેરના એક બિલ્ડરને નાણાંની જરૂરિયાત ઊભી થતા વ્યાજે પૈસા લીધા હતા.

ત્યારબાદ તેણે 50 થી 60 ટકા જેટલું ઊંચું વ્યાજ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો નાણાંની ઉઘરાણી કરી ધમકી આપતા હતા અને થોડા દિવસ અગાઉ એક હોટલમાંથી તેનું અપહરણ કરી કોરા કાગળો અને ચોપડામાં સહીઓ કરાવી લીધા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેતા કંટાળેલો બિલ્ડર ચિઠ્ઠી લખીને ઘર છોડી ક્યાંક જતો રહેતા બિલ્ડરના પત્નીએ આઠ વ્યાજખોર વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી લીધા હતા.

જ્યારે અન્ય છ આરોપીઓને પકડવા પોલીસે બે ટીમો બનાવી છે. દહેગામ શહેરના બારોટવાડા વિસ્તારમાં રહેતા ભાવિન બારોટ નામના બિલ્ડરને નાણાંની જરૂરિયાત ઊભી થતા જુદા જુદા આઠ વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...