તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોહીબીશન એક્ટ:દહેગામના ડુમેચા પાસે કારમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ

દહેગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરાર કારચાલકને ઝડપી લેવા પોલીસ તજવીજ હાથ ધરી

દહેગામ તાલુકાની રખિયાલ પોલીસે બાયડ દહેગામ રોડ પર ડુમેચા ગામ પાસેથી પસાર થઈ રહેલી કારનો પીછો કરી કારમાંથી રૂપિયા 27,600ની કિંમતની ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક કારને રોડ સાઈડના ખુલ્લા ગૌચરમાં મુકી ફરાર થઈ જવામાં સફળ થયો હતો આ અંગે પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ચાલકને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટાફના વિષ્ણુભાઈ, વિજયસિંહ,બાબુસિંહ, મહેશકુમાર, સચીનકુમાર, જયેશકુમાર તેમજ અક્ષયસિંહ સાથે કડજોદરા ખાતે ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે સમયે બાતમી મળી હતી કે બાય દહેગામ રોડ પરથી GJ-27-TT-2519 નંબરની અલ્ટો કાર ઇંગ્લિશ દારૂ લઈને પસાર થનાર છે. જે આધારે પોલીસે ડુમેચા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે કારને ઊભી રાખવાનો ઇશારો કરતાં ચાલકે ઊભી ન રાખી હંકારી મુકી હતી.

જેથી પોલીસે તેનો પીછો કરતા કારનો ચાલક નજીકના ગૌચરમાં કાર મુકી ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 27,600ની કિંમતની 72 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસે કાર અને તેમાં રખાયેલા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,30,600નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...