તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ શરૂ:વહેલાલ ગામની પ્રાથમિક શાળામાં 6 થી 8ના 70 વિધાર્થીનું ટેમ્પરેચર માપી પ્રવેશ અપાયો

વહેલાલ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વહેલાલમાં વિધાર્થિનીઓને ઉકાળો આપવામાં આવ્યો. - Divya Bhaskar
વહેલાલમાં વિધાર્થિનીઓને ઉકાળો આપવામાં આવ્યો.
 • પહેલા દિવસે 40 ટકા જ હાજરી, ઉકાળો આપી બેન્ડવાજાથી સ્વાગત કરવામાં આવ્યું

સરકારના આદેશ મુજબ ગુરુવારથી રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરાયા છે જે અંતર્ગત વહેલાલ સી.જી.અમીન વિદ્યામંદિરમાં ધો 6 થી 8 ના વિદ્યાર્થીઓ માસ્ક , દફતર તેમજ સંમતિપત્ર સાથે અભ્યાસ કરવા આવ્યા હતા.શિક્ષકોએ વિધાર્થીઓનું બેન્ડવાજાથી સ્વાગત કરી, ઉકાળો આપી ટેમ્પરેચર માપી વર્ગોમાં પ્રવેશ અપાયો હતો.વર્ગમાં પ્રવેશ આપતા પૂર્વે પટાંગણમાં લાઈનમાં ઉભા રાખી શિક્ષકોએ કોરોના ગાઈડલાઈનના નિયમો પાળવા માર્ગદર્શન આપ્યુ હતુ.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઓનલાઈન ભણવામાં મજા નથી આવતી ગામડાઓમાં નેટવર્કનો પ્રોબ્લેમ રહે છે. શાળામાં ભણવાની સરળતા રહેશે,મિત્રો સાથે આનંદ મળશે મિત્રો સાથે આનંદ કરીશું.

શાળામાં SOPનું પાલન : આચાર્ય
આચાર્ય સુભાષભાઈ પટેલે જણાવ્યું કે શાળામાં કોરાનાની SOP મુજબ તમામ વ્યવસ્થા કરાઈ છે વાલીના સંમતિપત્ર હોય તો જ પ્રવેશ અપાયછે આજે શાળામાં 170 માંથી કુલ 70 વિધાર્થી એટલેકે 40 ટકા હાજરી હતી. વિદ્યાર્થીઓ માટે સેનેટાઇઝર, ઉકાળા,ટેમ્પરેચર ગનથી તાપમાન માપવાની,વર્ગોમાં સામાજીક અંતર સાથે બેસવાની વ્યવસ્થા કરાઈ છે.

વિદ્યાર્થિનીઓએ ગ્રુપમાં ઉકળાની ચુસકી લીધી
શાળામાં વાજતેગાજતે બેન્ડવાજાથી સ્વાગત કરી, માર્ગદર્શન આપી ઉકાળો વિતરણ કરાતા મહિનાઓ બાદ શાળામાં એકબીજા મિત્રો સાથે મળેલી વિધાર્થીનીઓએ ગ્રુપમાં ઉભા રહી ઉકળાની પ્યાલીઓમાં ચુસકી લઈ વાતચીતો કરતી જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો