મદદ:દસ્ક્રોઈ- 1ની આંગણવાડીઓમાં 7 કમ્પ્યૂટર આપવામાં આવ્યા

વહેલાલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઈ.સી.ડી.એસ.દસ્ક્રોઈ ધટક -1 અને રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દસ્ક્રોઈ ધટક- 1ની આંગણવાડીઓમાં રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન દ્વારા 7 (સાત) કોમ્પ્યુટર આંગણવાડીમાં આપવામાં આવ્યા હતા.

ઉપરાંત અનુક્રમ ફાઉન્ડેશન તરફથી 144 સેનેટરી નેપકીનના પેડના બોક્સ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન પઢાર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામલિયા, તાલુકા પંચાયત પ્રમુખ, રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન અમદાવાદના પ્રમુખ, વિભાગીય નાયબ નિયામક ક્રિષ્નાબેન વૈષ્ણવી, જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, પ્રોગ્રામ ઓફીસર આઈ.સી.ડી.એસ પારૂલ નાયક, દસ્ક્રોઈ – 1ના બાળ વિકાસ યોજનાના અધિકારી દર્શનાબેન પટેલ, રોટરી ક્લબ ઓફ કોસ્મો પોલીટન અમદાવાદના સભ્યો અને અનુક્રમ ફાઉન્ડેશનના સભ્યો, આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવિકા હાજર હતા.

જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલિયા દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે આપણા આંગણવાડીના બાળકોને વિશેષ રૂપથી પુર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકાય તેના ભાગરૂપે રોટરી ક્લબે નવી પહેલ કરીને રોટરી કલબે આપણને 7 ડિજીટલ સ્ક્રીન (કોમ્પ્યુટર) આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...